તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th January 2026
વડોદરાની જેલમાં બંધ ચેક રિટર્ન કેસમાં સજા કાપી રહેલા કેદીનું મોત
ગતરોજ કોર્ટે પ્રિતેશ જાદવને દોઢ વર્ષની સજા અને 1.50 લાખ રૂપિયાના દંડનો હુકમ કર્યો:હુકમ બાદ પ્રિતેશને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલાયો હતો જેલમાં બીજા જ દિવસે તબિયત લથડી

વડોદરાની જેલમાં બંધ ચેક રિટર્ન કેસમાં સજા કાપી રહેલા કેદીનું મોત થયું છે. ગતરોજ કોર્ટે પ્રિતેશ જાદવને દોઢ વર્ષની સજા અને 1.50 લાખ રૂપિયાના દંડનો હુકમ કર્યો હતો. કોર્ટના હુકમ બાદ પ્રિતેશને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. જેલમાં બીજા જ દિવસે તબિયત લથડતા પ્રિતેશને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો. ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલમાં કેદીનું મોત થતાં જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ. મૃતકની પત્નીનો આરોપ છે કે મકાનમાલિક દ્વારા હપ્તા અને ચેક બાઉન્સ મુદ્દે સતત ટોર્ચર કરવામાં આવતું હતું.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
