<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

સરથાણા વિસ્તારમાંથી 17 વર્ષીય પાટીદાર સમાજની દીકરીનું અપહરણ કરનાર ઝડપાયો

પોલીસે અરવિંદ પંચાસરા નામના 26 વર્ષના યુવાનની ધરપકડ કરી: આરોપીને ઘટના સ્થળ પર લઈ જઈને રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું

સુરતના સરથાણા વિસ્તારમાંથી 17 વર્ષીય પાટીદાર સમાજની દીકરીનું અપહરણ કરનાર ઝડપાયો છે. સરથાણા પોલીસે અરવિંદ પંચાસરા નામના 26 વર્ષના યુવાનની ધરપકડ કરી છે. 17 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું હતું. ઘટનાને લઇ પાટીદાર સમાજમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. આરોપીને ઘટના સ્થળ પર લઈ જઈને રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું. સરથાણા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપીનો વરઘોડો કાઢવામાં આવે તેવી પાટીદાર સમાજના અગ્રણીઓની માગણી હતી. આરોપી સામે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા માગ કરવામાં આવી છે. મોટી સાંખ્યમાં સ્થાનિક લોકો અને પાટીદાર યુવકો ભેગા થયા હતા.

 

(7:40 PM IST)