<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં 15 થી 20 ફૂટ ઊંડા ખાળકૂવામાં પડતા 6 વર્ષના માસુમ બાળકનું મોત

ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમતે અને ગંભીર પ્રયત્નો પછી, બાળકને ખાળકૂવામાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું:અંતે બાળકને મૃત જાહેર કરાયું

ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં એક દુઃખદ ઘટના બની છે, જ્યાં 6 વર્ષનું બાળકે ફાયર સ્ટેશન પાછળ આવેલા ખાળકૂવામાં પડ્યું હતું. ઘટના સ્થળે ગંભીર સ્થિતિ સર્જાઇ હતી. ઘટના અંગે તાત્કાલિક ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી.

ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બાળકનું રેસ્ક્યૂ શરૂ કર્યું. ભારે જહેમતે અને ગંભીર પ્રયત્નો પછી, બાળકને ખાળકૂવામાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું. મહાવનું છે કે અંતે બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, પહેલા તંત્ર દ્વારા બાળકની હાલત ગંભીર જણાવી અને બાળકને તાત્કાલિક રીતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. ડોકટરોની ટીમ દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું છે.

હાલના સંજોગોમાં, બાળક ખાળકૂવામાં કેવી રીતે પડ્યું તે અંગે સ્પષ્ટ માહિતી મળી નથી. પોલીસ અને સંબંધિત વિભાગ આ મામલાની તપાસ કરી રહ્યા છે અને કારણ જાણવા માટે આ ઘટનાના તમામ પાસાઓની છાનબીન ચાલી રહી છે.

(8:58 PM IST)