તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th January 2026
BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા મહેશ છોટુ વસાવા કોંગ્રેસમાં જોડાયા : સાંસદે નિર્ણયને આવકાર્યો કહ્યું હવે કોંગ્રેસમાં ભવિષ્ય ઉજળું
મહેશ વસાવાની લડાઈ આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા સાથે છે એમની નારાજગી ભાજપ સાથે નથી : ભરૂચ નર્મદા જિલ્લામાં ભાજપ મજબૂત છે કોઈ ફેર નહિ પડે : મનસુખભાઈ વસાવા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: જેડીયુથી લઇ બીટીપી, આમઆદમી પાર્ટી, AIMIM બાદ ભાજપ સાથે જોડાયેલા મહેશભાઈ છોટુભાઈ વસાવા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરીને મહેશભાઈ વસાવા હવે નર્મદા ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ સંઘઠનનું કામ કરશે. ઘણાબધા પક્ષમાં ફરીને એક નેશનલ પાર્ટીમાં મહેશભાઈએ વાપસી કરી છે જેને લઈને કોંગ્રેસની વોટબેન્ક પર ખુશીની લહેર જોવા મળી રહી છે પરંતુ હવે જોવાનું રહ્યું કોંગ્રેસ માંથી મહેશભાઈ ઝગડીયા બેઠક પર થી લડે છે કે પછી ડેડીયાપાડા બેઠક પરથી લડે છે. આ સાથે ટિકિટ ની રાહ જોતા કોંગ્રેસના નેતાઓ માં પણ રાજકારણ ચાલુ થયું છે.
ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલ આદિવાસી મસીહા ગણાતા છોટુભાઈ વસાવા ના મોટા પુત્ર મહેશભાઈ વસાવા અંગે સાંસદ મનસુખ વસાવા એ પ્રતિક્રિયા આપી કહ્યું તેમના કામો અને કેટલીક માંગણીઓ ને લઈને અસંતોષ એવા મહેશભાઈ કોંગ્રેસમાં જોડાયા છે જે સારી બાબત છે. નાની પાર્ટીઓમાં જાય એના કરતા કોંગ્રેસ એક રાષ્ટ્રીય મોટી પાર્ટી છે જ્યાં તેમનું ભવિષ્ય ઉજળું બનશે. મહેશભાઈ ની નારાજગી ચૈતર વસાવા સામે, આમ આદમી પાર્ટી સામે છે. ભાજપ સામે નથી. મહેશ વસાવા કોંગ્રેસ માં ગયા અને એમના પરિવાર ના ઘણા લોકો આમ આદમી પાર્ટી માં છે. ચૈતર વસાવા એ આમ આદમી પાર્ટી માં રહીને બી.ટી.પી ને ખતમ કરી નાખી છે એટલે મહેશ વસાવા ને નારાજગી છે. નેશનલ પાર્ટી માં ગયા છે એટલે મહેશ વસાવા આમ આદમી પાર્ટી, બાપ પાર્ટી કે બિટીપી થી પણ વધુ શક્તિશાળી બનશે અને કોંગ્રેસ ને મજબૂત બનાવશે. ડેડીયાપાડા વિધાનસભા ચૈતર વસાવા જીત્યા તેને બિટીપી, કોંગ્રેસના લોકો ના સમર્થન થી જીત્યા હતા પણ હવે પછી આમ આદમી પાર્ટી ને કોઈ સમર્થન કરવાના નથી. એમને ચૂંટણી માં ખબર પડી જશે, ભાજપ ભરૂચ અને નર્મદા માં ખુબ મજબૂત છે અને આગામી તાલુકા જિલ્લા પંચાયતમાં પણ ખુબ સારી લીડ થી જીત મેળવશે એમાં કોઈ બે મત નથી. ની વાત કહી સાંસદ મનસુખ વસાવા એ કહ્યું મહેશ વસાવા કોંગ્રેસ માં ભાજપને કોઈ ફરક પાડવાનો નથી ભાજપ ખુબ મજબૂત છે.
કોંગ્રેસમાં જોડાયેલા મહેશ વસાવા ને સંસદે એક સલાહ આપી કે તેમણે સારો નિર્ણય લીધો છે અને જો રાજકારણ માં આગળ વધવું હોઈ તો ઝઘડિયા વિધાનસભા જ પકડી રાખવી પડે કેમકે ડેડીયાપાડા વિધાનસભા ના મતદારો હવે બહારના વ્યક્તિ ને નહિ સ્વીકારે સ્થાનિક નેતા ને જ સપોર્ટ કરશે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
