News of Tuesday, 6th January 2026
નર્મદા : સોનગામ ચેક પોસ્ટ નજીક રૂ.2.64 લાખનો અંગ્રેજી દારૂ ફેંકી બાઇક ચાલક નાશી છૂટ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરની સોનગામ ચેક પોસ્ટ પરથી ગરૂડેશ્વર પોલીસે અંગ્રેજી દારૂનો મુદામાલ ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસરવા અજયભાઇ નિલેશભાઇ ભીલ (રહે.સીધીકુવા તા.નસવાડી જી.છોટાઉદેપુર )એ પોતાના કબ્જામાંની મો.સા.ની પાછળ મુકેલ કંતાનના બે કોથળા તથા વિમલનો એક થેલામાંના ઇંગ્લીશ દારૂના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ- ૧૧૦૪ કી.રૂ. ૨,૬૪,૯૬૦/- નો પ્રોહી. મુદ્દામાલ રોડની બાજુમાં ફેંકી અંધારાનો લાભ લઇ ખેતરોમાં જવાના કાચા રસ્તે મો.સા.લઇ ભાગી જઈ ગુનો કર્યો હોય ગરૂડેશ્વર પોલીસે મુદામાલ કબજે લઈ તપાસ હાથ ધરી છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
