News of Tuesday, 6th January 2026
આગળ પાછળ નંબર વિનાની બાઇક પર હેરાફેરી: ગરૂડેશ્વર ક્રિષ્ના કાઠીયાવાડી હોટલ પાસેથી નર્મદા એલસીબીએ 69.800 ના દારૂ સાથે એકને ઝડપી પાડ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લામાં દારૂ નું વેચાણ અને હેરફેર મોટા પ્રમાણ માં ચાલતી જોવા મળે છે પરંતુ સ્થાનિક પોલીસ કે એલસીબી ટીમ આવા તત્વો ને ઝબ્બે કરવા સતત પ્રયત્નશીલ રહે છે જેમાં હાલ માં નર્મદા એલસીબી ટીમે ગરૂડેશ્વર માં આવેલ ક્રિષ્ના કાઠીયાવાડી હોટલ પાસેથી રૂ.69.800 ના દારૂ સાથે એકને ઝડપી પાડ્યો છે.
મળતી.માહિતી મુજબ દેસીંગભાઇ દલ્પાભાઇ રાઠવા( રહે.લેહવાંટ, જી. છોટાઉદેપુર )એ પોતાના કબજાની TVS જ્યુપીટર ગ્રે કલરની મો.સા. જેનો આગળ પાછળ નંબર વગરની ઉપર એક વિમલના થેલામાં કુલ પ્લા. કવાટરિયા નંગ-૧૪૫ કિ.રૂ.૩૪,૮૦૦/- તથા TVS જ્યુપીટર મો.સા.ની કિ.રૂ.૩૦,૦૦૦/- તથા એન્ડ્રોઇડ મોબાઈલ ફોન-૦૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૬૯,૮૦૦/- ના પ્રોહિ મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગરૂડેશ્વર પોલીસ ને હવાલે કર્યો હતો.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
