News of Wednesday, 7th January 2026
વિવાદ બાદ મોટો નિર્ણય :ગાંધીનગરના મેયર અને કોર્પોરેટર ભાવનગરમાં ક્રિકેટ મેચમાં ભાગ નહીં લેશે
તમામ કોર્પોરેટરો અસરગ્રસ્ત વિસ્તારોમાં સીધા ગ્રાઉન્ડ લેવલે ઉતરી કામ કરશે: ટાઈફોઈડની વધતી સ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો

ગાંધીનગરમાં ક્રિકેટ મેચને લઈને ઉઠેલા વિવાદ બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરના મેયર અને કોર્પોરેટર ભાવનગરમાં યોજાનારી ક્રિકેટ મેચમાં ભાગ નહીં લેશે. તમામ કોર્પોરેટરો અસરગ્રસ્ત વિસ્તારોમાં સીધા ગ્રાઉન્ડ લેવલે ઉતરી કામ કરશે. ટાઈફોઈડની વધતી સ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે અને કોર્પોરેટરો સીધા મેદાનમાં રહી રોગના પ્રસારને રોકવા કામગીરી કરશે.
નગરજનો જ્યારે જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરી રહી છે, ત્યારે નેતાઓ મેદાનમાં ચોગ્ગા-છગ્ગા ફટકારવા પહોંચ્યા છે. ગઈકાલે જ્યારે ગાંધીનગરના મેયર અને અન્ય પદાધિકારીઓ ભાવનગર પહોંચ્યા, ત્યારે ત્યાં તેમનો ભારે વિરોધ થયો હતો. કોંગ્રેસના કાર્યકરોએ "ગો બેક, ગો બેક"ના નારા લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે, પરંતુ કોંગ્રેસ ધ્વારા માત્ર ગાંધીનગરના પ્રતિનિધિઓનો જ વિરોધ થયો હતો
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
