<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

સચિન વિસ્તારમાં કેમિકલ ટેન્કર લીકેજ થયા બાદ GPCBએ ઝેરી કેમિકલ ભરેલા બે ટેન્કર ઝડપ્યા

દહેજ-પાનોલીના યુનિટમાંથી આ ઝેરી કેમિકલ સુરતમાં ઠાલવવાનો પર્દાફાશ થયો

સુરતમાં GPCBએ ઝેરી કેમિકલ ભરેલા બે ટેન્કર ઝડપ્યા છે, જેમાં 27 અને 23 ટન ઝેરી કેમિકલ ભરેલા હતા. દહેજ-પાનોલીના યુનિટમાંથી આ ઝેરી કેમિકલ સુરતમાં ઠાલવવાનો પર્દાફાશ થયો છે. સ્થાનિક પોલીસ અને GPCBની દેખરેખ હેઠળ આ કામગીરી ચાલતી હોવાનો આક્ષેપ થયો છે. સચિન વિસ્તારમાં કેમિકલ ટેન્કર લીકેજ થયા બાદ GPCB તંત્ર જાગ્યું હતું. બમરોલી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટની ડ્રેનેજ લાઈનમાં આ ઝેરી કેમિકલ ઠાલવવામાં આવી રહ્યા હતા. દહેજની APJKM અને પાનોલીની OM ક્લાઇડ કંપની સાથે આ વ્યવહાર જોડાયેલો હતો. અગાઉ ઝેરી કેમિકલ ઠાલવતી વખતે અનેક લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, છતાં મોટી દુર્ઘટના પછી પણ અસરકારક કાર્યવાહી ન થવું મોટી ચિંતાનો વિષય બની રહ્યું છે.

 

(12:16 PM IST)