<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

કોઇ પણ ક્ષેત્રમાં નિયત ધોરણ જાળવે તે હંમેશા આગળ વધે છેઃ રમણભાઇ સોલંકી

ભારતીય માનક બ્યુરોના સ્થાપના દિન પ્રસંગે નાગરીક પુરવઠા મંત્રીનું ઉદબોધન

ગાંધીનગરમાં નાગરીક પુરવઠા મંત્રી શ્રી રમણભાઇ સોલંકીની હાજરીમાં ભારતીય માનક બ્યુરોના ૭૯ માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર. 

ગાંધીનગર, તા.,૭  : ગઇકાલે ગાંધીનગરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના જિબાબેન પટેલ મેમોરીયલ ઓડિટોરિયમમાં,  ભારત માનક બ્યુરો,અમદાવાદ,( BIS)ના ૭૯ મા સ્થાપના દિવસના અવસરે, સ્વદેશી અને ગુણવત્તા ઉત્કૃષ્ટતાથી આત્મનિર્ભર ભારત વિષય પર ગુણવત્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે ગુજરાતના અન્ન, નાગરિક, પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી રમણભાઈ સોલંકી કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭માં વિકસિત ભારત તરફ સૌને લઈ જવા માટેના પ્રયત્નોમાં આપણને જોડ્યા છે એની સાથે પહેલું પગથિયું છે કવોલિટી. આવનારા સમયની કવોલિટીનું મહત્વ વધવાનું છે. કોઈપણ ક્ષેત્રમાં પોતાનું સ્ટાન્ડર્ડ જાળવી રાખનારા  હંમેશા આગળ જ વધ્યા છે. આવનારા સમયમાં સમગ્ર ભારતમાં બનતી કવોલિટીવાળી વસ્તુમાં , ગુણાત્મક સુધારો કેવી રીતે આવે એ બાબત ઉપર ભારત અને ગુજરાત સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

BIS અમદાવાદના નિર્દેશક અને પ્રમુખ શ્રી સુમિત સેંગરે સ્વાગત પ્રવચનમાં BISની છેલ્લા ૭૮ વર્ષની સિદ્ધિઓ ઉપર પ્રકાશ  ગાંધીનગરના નિર્દેશક અને પ્રોફેસર શ્રી રજત મૂનાએ BISને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી અને જાહેરહિતને કેન્દ્રમાં રાખી માનકો ઘડવામાં BISના યોગદાનની પ્રશંસા કરી હતી.

    આ પ્રસંગે શ્રી અજય ચંદેલ, વૈજ્ઞાનિક-સી, BIS અમદાવાદ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો સંદેશ, જેમાં મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને ઝીરો ડિફેકટ–ઝીરો ઇફેકટની દૃષ્ટિ વ્યકત કરવામાં આવી હતી, તે વાંચવામાં આવ્યો હતો.

     શ્રી સુનિલ પરેખ, ચેરમેન, CERCએ ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે પરીક્ષણની આવશ્યકતા અને ઉપભોકતા સુરક્ષા માટે BISની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો .ડો. એસ. પી. સિંહ, ડિરેકટર જનરલ, કૌશલ્યા –   સ્કિલ યુનિવર્સિટીએ ઉત્પાદન પ્રક્રિયામાં માત્રા સાથે ગુણવત્તા પર પણ સમાન ધ્યાન આપવાની જરૂરિયાત દર્શાવી હતી.

  શ્રી વિપિન ભાસ્કર, સંયુકત નિર્દેશક, BIS અમદાવાદે BISની વિવિધ પ્રવૃત્તિઓ અને પહેલોની માહિતી આપતી પ્રસ્તુતિ કરી હતી .શ્રીમતી અનિંદિતા મહેતા, CEO, કન્ઝયુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરે ઉપભોકતા ઉત્પાદન સલામતી વિષય પર ટેકનિકલ વ્યાખ્યાન આપી અને ઉપભોકતા સંરક્ષણ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

    કાર્યક્રમ દરમિયાન એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ તથા ઉદ્યોગો અને ગુજરાત પ્લાયવુડ એસોસિયેશન સહિતના હિતધારકો દ્વારા ટેકનિકલ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.

 

(1:53 PM IST)