News of Wednesday, 7th January 2026
સુરત એસઓજીનો સપાટો :પુણા વિસ્તારમાંથી ક્રિસ્ટલ મેકે ડ્રોન ડ્રગ્સ બનાવતી લેબોરેટરી ઝડપાઇ : ત્રણ આરોપીની ધરપકડ
પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા સોલારિસ શોપિંગ સેન્ટરમાં ડીક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલેટિકલ લેબોરેટરમાંથી ઝડપાઇ ફેક્ટરી : ડ્રગ્સ બનાવવા માટે વપરાતા વિવિધ કેમિકલ્સ અને સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત

સુરત : પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોત સુરત શહેરના દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટીકાની બદીને રાપૂર્ણ નેસ્તનાબુદ કરાવવા માટે માટે સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટીકસ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃતી કરતા કરતા શખ્શો ઉપર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકવાવવા ઝુબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સુચના અનુસાર નાયબ પોલીસ કમિશનર રાજદિપસિંહ નુકૂલ એસ.ઓ.જી. સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ હતી .
ઉપરોકત સુચના આંતર્ગત પોલીસ ઇન્સપેક્ટર એ.પી. ચૌધરીને એસ.ઓ.જી, મળેલ બાતમી આધારે તા.૦૧/૦૧/૨૦૨૬ના રોજ ગણેશનગર રો હાઉસ વિભાગ-4ના ગેટની સામે અમરોલી છાપરાભાઠા રોડ સૂરત શહેર ખાતેથી આપી આર,વી,પટેલ કોમર્સ કોલેજની બાજુમાં અમરોલી સુરત શહેર મૂળ રહે, ગામ બામણગઢ તા, ભેંસાણ જી, જૂનાગઢ વાળાને મેફેડ્રોન ( MD ) ડ્રગ્સ વજન ૨૩૬, ૭૮૦ ગ્રામ મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ બાદ વધુ તપાસ માટે પોલીસ ઇન્સ્પેક્ટર ડિ.બી.પંડયા ઓ કરી રહ્યા હતા
જે તપાસ દરમિયાન જણાઈ આવેલ કે ઉપરોક્ત ગુનામાં મેફેડ્રોન ડ્રગ્સ સુરત શહેર ખાતે બનાવેલ હોવાની હકીકત જણાઈ આવેલ હોય જેથી જે ગુનાની ઊંડાણ પુર્વક તપાસ કરવા માટે તેમજ ફેક્ટરી સુધી શોધાવા સારુ એસ.ઓ.જીની અલગ અલગ ટિમ બનાવામાં આવી હતી
જે દરમિયાન એસઓજીના પીઆઇ એ,પી,ચૌધરીનાઓને મળેલ બાતમી આધારે એસઓજી ટીમના પીઆઇ ટી બી પંડ્યા,પીઆઇ એપી જેબલીયાપીએસઆઇ આરએમ સોલંકી,એસએસઆઈ હિતેશસિંહ દિલિપિસિંહ એસએસઈ મોં,મુનાફ ગુલામરસુલ,એસએસઆઈ અજય કાશીરામ,એસએસઆઈ બુધાભાઈ ડાહ્યાભાઈ આ,હે,કો,રાજુભાઈ ભીમાભાઇ અ હે,કો,જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ ,અ હે,કો,અનિરુદ્ધસિંહ મેરૂભા ,અ .હે.કો લાલાભાઇ ભોપાભાઇ, અ હે,કો, વિજયભાઈ રાણાભાઇ,અ ,હે,કો,સુરેશભાઈ સવાભાઈ તથા એ ,પો,કો,હિરેનભાઈ ભગવાનભાઇ દ્વારા પર્વત પાટિયા વેસુ કેનાલ રોડ પોલારિસ શોપિંગ સેન્ટરમાં દીકરીયા કુડ એન્ડ ફાર્મા એનાલિટિક લેબોરેટ્રીમાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડવામાં આવેલ છે
સદરહુ ગુનામાં માસ્ટર માઈન્ડ જનકભાઈ વિઠ્ઠલભાઈ જાગાણી જે ફાઈનાન્સીયલ મદદ લંડનમાં બેસીને કરતો હોવાનું ધ્યાને આવેલ જે છેલ્લા એક વર્ષથી લંડન ખાતે રહે છે t
ધરપકડ કરાયેલ આરોપીઓ
( 1 ) બ્રિજેશ વ્રજલાલ ભાલોડીયા (ઉ.વ.28 )ધંધો સિનિયર લેબ ટેક્નિશ્યન રહે,ફ્લેટ ન -આઈ/602 વિક્ટોરિયા ટાઉનશીપ પાસોદરા,પાટિયા ,નવાગામ કામરેજ સુરત શહેર મૂળ વતન ગામ ઇન્દ્રા તા,માણાવદર જી, જૂનાગઢ (બીએસસી કેમેસ્ટ્રી, માસ્ટર ઓફ ઓર્ગેનિક કેમેસ્ટ્રી માલીબા કોલેજ )જે છેલ્લા પાંચ વર્ષથી સચિન ખાતે એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે નોકરી કરતો હતો
CLANDESTINE (લેબ ) ખાતેથી મળી આવેલ બ્લ્યુ કલરનું મેફેડ્રોન ડ્રગ્સનો ઓર્ડર ગોવા તથા બોમ્બેથી મળેલ હોય તે સારું બનાવેલ હતું, જે માસ્ટર જનકના કહ્યા પ્રામણે મોકલી આપવાનું હતું
(2) ખુશાલ વલ્લભભાઈ રાણપરીયા ઉ,વ,27 ધંધો વેપાર રહે,ઘર નં 85 કૃષ્ણ પાર્ક સોસાયટી છાપરા ભાઠા રોડ અમરોલી, સુરત શહેર મૂળ વતન ગામ નાની અમરેલી તા, પડધરી જી, રાજકોટ ( બી ટેક ઇલેક્ટ્રિકલ માલીબા કોલેજ )
(3 ) ભરતભાઈ ઉર્ફે ભાણો દામજીભાઇ લાઠીયા ઉ,વ,32 ધંધો એમ્રોડરી વર્ક રહે,ઘર નં 16 પ્રમુખપાર્ક સોસાયટી છપરભાઠા રોડ અમરોલી સુરત શહેર મૂળ વતન નોંધણવદર તા,પાલીતાણા જી, ભાવનગર ( અભયસ ધોરણ-10 ફેઈલ )
અમરોલી પોલીસ સ્ટેશન ગુ.૨નં.૧૧૨૧૦૦૦૪૨૬ ૦૦૦૨/૨૦૨૬ એન.ડી.પી.એસ એક્ટની કલમ ૮(સી),૨૨(સી), ૨૯ મુજબ ગુનાના કામે વધુ ૦૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.
કબબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ-
1. Toluene chemical + Propionyl Chloride + ALCL3 = মিक्षरीने नावे डेमि৪ ২৯৪ પ્લાસ્ટિકની બોટલમાં છે તે જેમાં, આશરે ૨૦૦ M.L જેટલુ પ્રવાહી છે જેની કિંમત રૂ. ૨૦,૦૦૦/- ગણી શકાય,
2.HB, કેમિકલ એક કાંચની બોટલમાં છે તે જેમાં, આશરે ૧ લિટર જેટલુ પ્રવાહી છે જેની કિંમત રૂ. ૨,૦૦૦/-ગણી શકાય,
3. H₂02 કેમિકલ એક પ્લાસ્ટિકની બોટલમાં છે તે જેમાં, આશરે ૫૦૦ એમ.એલ જેટલુ પ્રવાહી છે જેની કિંમત રૂ. ૫૦૦/- ગણી શકાય,
4. H₂02 કેમિકલ એક પ્લાસ્ટિકની બોટલમાં છે તે જેમાં, આશરે ૫૦ એમ.એલ જેટલુ પ્રવાહી છે જેની કિંમત રૂ. ૨૦૦/- ગણી શકાય,
5. Methyl Amine કેમિકલ એક કાંચની બોટલમાં છે તે જેમાં, આશરે ૧.૫ લિટર જેટલુ પ્રવાહી છે જેની કિંમત રૂ. ૮૦૦/- ગણી શકાય,
6. H₂S04 કેમિકલ એક પ્લાસ્ટિકની બોટલમાં છે તે જેમાં, આશરે ૫ બિટર જેટલુ પ્રવાહી છે જેની કિંમત રૂ. ૨,૦૦૦/- ગણી શકાય,
7. સ્ટેપ ૦૧ માટેની ખાલી બોટલ જેની ઉપર અંગ્રેજીમાં Brijesh લખેલ છે જેની કિમંત રૂ. ૦૦/૦૦ ગણી શકાય,
8. Over head stirrer નંગ ૦૧ જેની કિંમત રૂ. ૨૦,૦૦૦/- ગણી શકાય,
9. Water bath with controller નંગ ૦૧ જેની કિંમત રૂ. ૨૦,૦૦૦/- ગણી શકાય
10. Additional funnel નંગ ૦૧ જેની કિંમત રૂ. ૫૦૦/- ગણી શકાય,
11. Condenser નંગ ૦૧ જેની કિંમત રૂ. ૫૦૦/- ગણી શકાય,
12. Clamps સેટ નંગ ૦૧, જેની કિંમત રૂ. ૨૦૦/- ગણી શકાય
13. Stirrer controller નંગ ૦૧, જેની કિમંત રૂ. ૧૦૦૦/- ગણી શકાય
14.4N RBF નંગ ૦૧, જેની કિમંત રૂ. ૨૦૦૦/- ગણી શકાય,
15. Filtration flask, નંગ ૦૧, જેની કિમંત રૂ. ૫૦૦૦/- ગણી શકાય
16. Buchner funnel, નંગ ૦૧, જેની કિમંત રૂ. ૫૦૦૦/- ગણી શકાય
17. Vacuum oven, નંગ ૦૧, જેની કિમંત રૂ. ૨૫,૦૦૦/- ગણી શકાય
18. Vacuum Pump, નંગ ૦૧, જેની કિમંત રૂ. ૨૦,૦૦૦/- ગણી શકાય
19. Digital watch નંગ ૦૧, જેની કિમંત રૂ. ૫૦૦/- ગણી શકાય
20. Weighting machine, નંગ ૦૧, જેની કિમંત રૂ. ૧૦૦૦/- ગણી શકાય તથા
21. મેફેડ્રોન ડ્રગ્સનુ કુલ વજન ૧૬.૯૫૦ એક ગ્રામની કિં.રૂ.૩,૦૦૦/- લેખે કિં.રૂ.૫૦,૮૫૦/-
22. ખાલી બિકર નંગ-૦૧ જેની કિંમત રૂપીયા-૦૦/૦૦
23. મોબાઇલ નંગ-૦૩ જેની કિંમત રૂપીયા કિ.રૂ.૧,૧૫,૦૦૦/-જે તમામ મળી કુલ્લે કિ.રૂ.૨,૯૨,૦૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
