<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

કોંગ્રેસ ભ્રષ્‍ટાચારની ફેકટરી છે, ભ્રષ્‍ટાચારને બચાવવા માટે આંદોલન કરે છેઃ ભાજપ પ્રમુખ

મનરેગામાં ફેરફાર મુદે ભૂપેન્‍દ્રભાઇ અને જગદીશભાઇ વિશ્‍વકર્માના પ્રહારો પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી જગદિશ વિશ્‍વકર્મા અને મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે પત્રકાર પરિષદ સંબોધેલ તે પ્રસંગની તસ્‍વીરમાં સામે પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, મુખ્‍ય પ્રવકતા ડો. અનિલ પટેલ અને મીડિયા સંયોજક પ્રશાંત વાળા ઉપસ્‍થિત છે

 

ગાંધીનગર તા.૭: ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યાલય શ્રી કમલમ કોબા ગાધીનગર ખાતે રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્‍યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ) સ્‍ગ્‍-ઞ્‍ ય્‍ખ્‍પ્‍-ઞ્‍ અધિનિયમ, ૨૦૨૫ અંગે પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતું.

મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, વિશ્વનેતા અને યશસ્‍વી વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના ગત ૧૧ વર્ષના કાર્યકાળ દરમિયાન દરેક નિર્ણયમાં લોકહિત કેન્‍દ્રસ્‍થાને રહ્યુ છે જેના પરિણામે દેશના વિકાસને નવી ગતિ, નવી દિશા મળી છે.

ગ્રામીણ ગરીબો અને શ્રમિકો વધુ સશક્‍ત બનાવવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ VB-G RAM-G યોજના લઇને આવ્‍યા છે. આ યોજના લોકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે. પહેલાની મનરેગા યોજનામાં ૧૦૦ દિવસ કામ મળતુ હતુ હવે શ્રી મોદીજીના નેતળત્‍વમાં બનેલી VB-G RAM-G યોજનામાં ૧૨૫ દિવસ કામની ગેરેંટી મળશે.  ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરમાં વધુ રોજગારી અને કુદરતી આપત્તિ સામેનું રક્ષણ રાખવામાં આવ્‍યું છે.

પ્રદેશ ભાજપા અધ્‍યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ કરતા જણાવ્‍યું હતું કે, દેશની આઝાદીના શતાબ્‍દી વર્ષ ૨૦૪૭ માં પ્રત્‍યેક ક્ષેત્રમાં વિશ્વસ્‍તરે ભારતની અગ્રેસરતા સાથેના વિકસિત ભારતના નિર્માણના વિઝન સાથે આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી નિર્ણાયકતા અને દૂરંદેશીતા સાથે દેશનું નેતળત્‍વ કરી રહ્યાં છે.

મનરેગા ૨૦૦૫માં શરૂ થઈ હતી, પરંતુ ત્‍યારથી આજનું ગ્રામીણ ભારત ઘણું બદલાઈ ચૂકયું છે. ગ્રામીણ ગરીબી ૨૦૧૧-૧૨માં ૨૫.૭ ટકા હતી, જે ૨૦૨૩-૨૪માં ઘટીને ૪.૮૬ ટકા થઈ છે. સુવિધાઓ સુધરી છે અને આજીવિકાના સાધનો વિસ્‍તર્યા છે. તેથી ૨૦૦૫ની પરિસ્‍થિતિ મુજબ બનાવેલ યોજના આજના સમયની ગ્રામીણ અર્થવ્‍યવસ્‍થાને અનુરૂપ ન રહેતા, આજની જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખીને યોજનામાં ફેરફાર કરવામાં આવ્‍યા છે. પ્‍ઞ્‍ફય્‍ચ્‍ઞ્‍ખ્‍ માટી કામ, તળાવનું કામ કે રોડ બનાવવા સહિતના મજૂરી કામ પૂરતી મર્યાદિત હતી જ્‍યારે VB-G RAM-G નો ઉદ્દેશ્‍ય માત્ર મજૂરી કામ થકી વેતન આપવાનો નહિ પણ કૌશલ્‍ય વિકાસ સાથે ખેતી આધારિત ઉદ્યોગ, પશુપાલન, ડેરી, ફૂડ પ્રોસેસિંગ, હસ્‍તકલા, ગ્રામ્‍ય MSME અને સ્‍થાનિક ઉદ્યોગોમાં કામ થકી વ્‍યક્‍તિને ફક્‍ત મજૂર તરીકે નહીં પરંતુ સક્ષમ અને આત્‍મવિશ્વાસી અને ભવિષ્‍યના ઉદ્યોગસાહસિક તરીકે તૈયાર કરવાનો છે.

શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ કહ્યુ હતું કે, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન દેશની અંદાજે ૬૦૦ સંસ્‍થાઓ, યોજનાઓ અને પુરસ્‍કારો ગાંધી પરિવારના નામે રાખવામાં આવ્‍યા હતા. ૧૯૮૦માં ઇન્‍દિરા ગાંધીજીએ બધી રોજગાર યોજનાઓને ભેગી કરીને રાષ્‍ટ્રીય ગ્રામિણ રોજગાર યોજના નામ આપ્‍યું. બાદમાં રાજીવ ગાંધીએ તેનું નામ બદલીને જવાહર રોજગાર યોજના કર્યુ. ૨૦૦૪માં યુપીએ સરકારે તેનું નામ બદલીને નરેગા કર્યું, અને ત્‍યારબાદ ૨૦૦૫માં તેને ફરીથી બદલીને મનરેગા  કરવામાં આવ્‍યું. તો જ્‍યારે કોંગ્રેસ સરકારે જવાહર રોજગાર યોજનાનું નામ બદલ્‍યું, ત્‍યારે શું તે પંડિત જવાહરલાલ નહેરુનું અપમાન હતું?

શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્‍યું કે,  કોંગ્રેસ ભ્રષ્ટાચારની ફેકટરી રહી છે,કોંગ્રેસ ભ્રષ્ટાચારને બચાવવાનું આંદોલન કરી રહી છે. સંસદમાં જ્‍યારે VB-G RAM-G પર ચર્ચા થઇ રહી હતી ત્‍યારે રાહુલ ગાંધી કયા હતા? ૨૦૦૪ થી ૨૦૧૪ દરમિયાન મનરેગામાં રૂ.૨.૫ લાખ કરોડ રૂપિયા વપરાયા જ્‍યારે ૨૦૧૪ થી ૨૦૨૪ દરમિયાન મોદીજીના સાશનમાં મનરેગામાં અંદાજે ૮.૫ લાખ કરોડ રૂપિયા વપરાયા છે.

શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્‍યું કે,  પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ હમેંશા લોકશાહી માટે મહત્‍વપુર્ણ સંસ્‍થાનો અને યોજનાઓને જનસેવા સાથે જોડવાની પરંપરા સ્‍થાપી છે. ઉદાહરણ તરીકે રાજભવનનું નામ લોકભવન, રાજપથનું  કર્તવ્‍ય પથ, રેસકોર્ષ રોડનું લોકકલ્‍યાણ માર્ગ, પ્રધાનમંત્રી કાર્યાલયનું સેવાતીર્થ કરવામાં આવ્‍યું છે.

આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રીશ્રી ડો.પ્રશાંતભાઇ કોરાટ અને પ્રદેશના મુખ્‍ય પ્રવકતાશ્રી ડો.અનિલભાઇ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.  તેમ પ્રશાંત વાળા પ્રદેશ મીડિયા ઇન્‍ચાર્જ જણાવે છે

(3:18 PM IST)