<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

૧૨મી સુધી ગુજરાતમાં ટાઢોડુઃ શુક્ર-શનિ તામિલનાડુમાં વરસાદ

દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર વેલમાર્ક લો પ્રેશર ડીપ્રેશનમાં પરીવર્તીત, દક્ષિણ પશ્‍ચિમ બંગાળની ખાડી તરફ જાય છેઃ તમિલનાડુ, કેરળમાં વરસાદ પડશે : વેધરએનાલીસ્‍ટ અશોકભાઇ પટેલની તા.૭ થી ૧૩ જાન્‍યુઆરી સુધીની આગાહીઃ આગાહીના મોટાભાગના દિવસોમાં ન્‍યુનત્તમ તાપમાન સામાન્‍ય અથવા સામાન્‍યથી ઓછુ રહેશેઃ ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાંથી ૮ થી ૨૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશેઃ હાલ ન્‍યુનતમ નોર્મલ તાપમાન ૧૦ થી ૧૨.૫ ડીગ્રી ગણાય

રાજકોટઃ આ અઠવાડીયુ અને આવતા સપ્‍તાહના બે દિવસ એટલે કે ૧૨ જાન્‍યુઆરી સુધી રાજ્‍યમાં ટાઢોડુ રહેશે. ન્‍યુનતમ તાપમાન સામાન્‍ય અથવા સામાન્‍યથી ઓછુ રહેશે. જ્‍યારે તામિલનાડુમાં વરસાદ પડશે. તેમ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે.

તેઓ જણાવે છે કે ઉત્તર ગુજરાત અને કચ્‍છ માટેનું સામાન્‍ય ન્‍યૂનતમ તાપમાન ૧૦ડીગ્રી થી ૧૧ડીગ્રી વચ્‍ચે છે, જ્‍યારે ગુજરાતના બાકીના વિસ્‍તારોમાં તે ૧૧ડીગ્રી થી ૧૨.૫ડીગ્રી વચ્‍ચે રહે છે.

આજે રાજ્‍યના ઘણા વિસ્‍તારોમાં ન્‍યૂનતમ તાપમાન સામાન્‍ય કરતાં ૧થી ૨ડીગ્રી વધુ નોંધાયું છે. જોકે, રાજકોટ અને અમરેલીમાં ન્‍યૂનતમ તાપમાન સામાન્‍ય કરતાં અંદાજે બે ડીગ્રી ઓછું નોંધાયું છે.

આજનું ન્‍યૂનતમ તાપમાન  અમદાવાદઃ ૧૩.૮ડીગ્રી (સામાન્‍ય કરતાં ૧.૫ડીગ્રી વધુ), વડોદરાઃ ૧૪.૬ડીગ્રી (સામાન્‍ય કરતાં ૧.૫ડીગ્રી વધુ), ભુજઃ ૧૧.૮ડીગ્રી (સામાન્‍ય કરતાં ૧.૦ડીગ્રી વધુ), રાજકોટઃ ૧૦.૫ડીગ્રી (સામાન્‍ય કરતાં ૨.૦ડીગ્રી ઓછું), ડીસાઃ૧૨.૩ઓઘ્‍ (સામાન્‍ય કરતાં ૨.૩ડીગ્રી વધુ), અમરેલીઃ ૯.૦ડીગ્રી (સામાન્‍ય કરતાં ૨.૩ડીગ્રી ઓછું)

વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છ  થી માટે તા.૭ થી ૧૩ જાન્‍યુઆરી સુધીની આગાહી કરતાં જણાવે છે કે ૧૨ જાન્‍યુઆરી સુધી મોટા ભાગના દિવસોમાં ન્‍યૂનતમ તાપમાન સામાન્‍ય અથવા સામાન્‍ય કરતાં ઓછું થવાની દિશામાં રહેશે. કોલ્‍ડવેવની શક્‍યતા નથી. ૧૩ જાન્‍યુઆરી આસપાસ, ન્‍યૂનતમ તાપમાન ફરીથી સામાન્‍ય અથવા થોડું વધુ થઈ શકે છે. આગાહીના સમયગાળા દરમિયાન પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફથી રહેશે. પવનની ગતિ સામાન્‍ય રીતે ૮ થી૧૫ કિમી/કલાકની રહેશે, જ્‍યારે કેટલાક દિવસોમાં અનેક વિસ્‍તારોમાં તે ૧૨ થી ૨૫ કિમી/કલાક સુધી વધવાની શક્‍યતા છે.

દક્ષિણ ભારત માટે વરસાદનું અનુમાનઃ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી ઉપર આવેલું વેલ માર્કંડ લો પ્રેસર ૭ જાન્‍યુઆરીના રોજ સવારે ૮:૩૦ કલાકે ડિપ્રેશનમાં રૂપાંતરિત થયું છે, જેનું કેન્‍દ્ર ૪.૮ડીગ્રી ઉત્તર અક્ષાંશ અને ૮૮.૨ડીગ્રી પૂર્વ રેખાંશ નજીક છે. આગામી ૨૪ કલાકમાં તે ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બનવાની શક્‍યતા છે અને આગામી ૪૮ કલાકમાં દક્ષિણપヘમિ બંગાળની ખાડી તરફ પヘમિ-ઉત્તરપヘમિ દિશામાં આગળ વધવાની શક્‍યતા છે.

તમિલનાડુમાં ૯ થી ૧૧ જાન્‍યુઆરી  દરમિયાન નોંધપાત્ર વરસાદ થવાની શક્‍યતા છે, જેમાં ૧૦ અને ૧૧ જાન્‍યુઆરીએ વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્‍યતા છે. આ સમયગાળા દરમિયાન કેરળમાં પણ એક-બે દિવસ વરસાદ થવાની શક્‍યતા છે.

(3:47 PM IST)