<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

ગુજરાતના રાજકીય ગગનમાં ચમકતા સિતારા હર્ષ સંઘવીનો કાલે જન્‍મદિન

ભાજપ શાસનના સૌથી નાની વયના નાયબ મુખ્‍યમંત્રી બનવાનું માન

રાજકોટ : ગુજરાતના ભાજપ શાસનના સૌથી નાની વયના નાયબ મુખ્‍યમંત્રી બનવાનું માન મેળવનારા નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ આર. સંઘવીનો જન્‍મ તા. ૮ જાન્‍યુઆરી ૧૯૮પના દિવસે થયેલ. આવતીકાલે ૪રમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ સુરતના મજુરા, મતવિસ્‍તારમાંથી સતત ત્રીજી વખત ભાજપના ધારાસભ્‍ય તરીકે ચૂંટાયા છે. હાલ ગૃહ, ઉદ્યોગ સહિત ૧૮ જેટલા મંત્રાલયો સંભાળી રહ્યા છે.

સુરતની શેરીઓની ઉભરીને ગુજરાતના રાજકીય આકાશમાં ચમકતા તારા જેવા શ્રી હર્ષ સંઘવીની કથા એક સામાન્‍ય યુવાનની અસામાન્‍ય સફર છે. તેમનું જીવન સમર્પણ, સેવા અને સંઘર્ષથી ભરપુર છે.

ર૦૦૮માં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી પદે નિયુકિત થઇ. ર૦૧૦માં ફરી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ મહામંત્રીની જવાબદારી મળી હતી. જેમાં દક્ષિણ ઝોનના પ્રભારી રહ્યા. ર૦૧૧ માં ભારતીય જનતા પાર્ટી યુવાન મોરચાના પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી નિષ્‍ઠાપૂર્વક નિભાવી ર૦૧૩ માં ભારતીય જનતાપાર્ટીના રાષ્‍ટ્રીય યુવા મોરચામાં રાષ્‍ટ્રીય મહામંત્રી તરીકે તો ર૦૧૪ માં રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ પદે તેમની નિમણુંક થઇ હતી.

શ્રી હર્ષ સંઘવી ભૂપેન્‍દ્રભાઇની સરકારમાં વર્ષો સુધી ગૃહ રાજય મંત્રી રહ્યા બાદ ૧૭ ઓકટોબર ર૦રપ થી રાજયના નાયબ મુખ્‍યમંત્રી તરીકે કાર્યરત છે. ગૃહ, વાહન વ્‍યવહાર, ઉદ્યોગ, નાગરિક-ઉડ્ડયન, પ્રવાસન, યુવા લેવા સાંસ્‍કૃતિ, યાત્રાધામ, નાગરિક સંરક્ષણ પ્રિન્‍ટીંગ સ્‍ટેશનરી, જેલ, પોલીસ હાઉસીંગ વગેરે વિભાગો તેમના હસ્‍તક છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૦૧૧૦ અને ર૩રપ૭૬૧૬ મો. ૯૯રપર રરરરર ગાંધીનગર

(4:35 PM IST)