<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

મનરેગા યોજનાનું નામ વિકસિત ભારત જીરામજી કેમ કરાયું ના પાઠ નર્મદા જીલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે રાજપીપળા કમલમ ખાતે પઢાવ્યા

મનરેગા યોજનામા ગેરરીતિઓ થતી હોવાનો રાજ્ય સરકારના મંત્રીનો રાજપીપળા ખાતેની પત્રકાર પરિષદમા સ્વીકાર

( ભરત શાહ દ્વારા ) નર્મદા :સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાંથી પસાર થયેલ ગ્રામીણ રોજગાર ગેરંટી માટેનો અતિ મહત્વપૂર્ણ બિલ કે જે અગાઉ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ એક્ટ મનરેગા તરીકે જાણીતું હતું જેનું નામકરણ કરી કેન્દ્ર સરકારે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટલે કે જી રામજી કરતા તેના સમગ્ર દેશમાં ભારે પ્રત્યાઘાત પડ્યા છે, કોંગ્રેસ પાર્ટી એ 2005 થી અમલી બનાવેલ રોજગાર ગેરંટી યોજના માંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામને કેન્દ્ર સરકારે બદલી આ યોજનાનું નવું નામ જી રામજી કરતા દેશ વ્યાપી આંદોલનો કર્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ આ યોજના થકી દેશવાસીઓને કેટલા લાભ મળશે અને ભ્રષ્ટાચાર મુક્ત યોજના થશે નો સંદેશ આપવા પોતાના મંત્રીઓ ને જવાબદારી સોંપી હોય આજરોજ નર્મદા જીલ્લા ના રાજપીપળા ખાતે આવેલ કમલમ કાર્યાલયમા રાજ્ય સરકારના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઇશ્વરસિંહ પટેલે પત્રકારો સાથે વાતચીત કરી હતી જે પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જીલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, નર્મદા જીલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, નર્મદા સુગર ફેક્ટરી ના ચેરમેન ઘનશ્યામ પટેલ, માજી ધારાસભ્ય હર્ષદ વસાવા, શબ્દશરન તડવી, રાજપીપળા નગરપાલિકા પ્રમુખ, સહિત મનજીભાઈ વસાવા,  અનિરુદ્ધસિંહ ગોહિલ, સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

    સાંસદ મનસુખભાઈ વસાવાએ રાજ્ય સરકાર ના મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ મોદી હતા તેઓનાજ શાસનકાળમાં ગુજરાતને તમામ સ્તરે સમૃદ્ધ બનાવ્યું હોવાનું જણાવ્યું હતું ગરીબોના કલ્યાણ માટે વડાપ્રધાન મોદી હંમેશા તત્પર રહેતા હોય છે નું જણાવી સંસદ ગૃહ મા મનરેગા યોજના ની ચર્ચા કરી યોજના મા જે નાની મોટી ખામીઓ હતી તે દુર કરી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન વીબી જીરામજી યોજના 2025 બનાવી છે અગાઉ આ યોજના અંતર્ગત 100 દિવસ ની રોજગારી મળતી જે હવે 125 દિવસ ની કરઈ છે, લોકો ને પૂરેપૂરી રોજગારી મળે એવો આશાવાદ વ્યક્ત કરી વિશેષ મા જણાવ્યું હતું કે ગામડાઓ ના વિકાસ કરવામાં આ યોજના કારગર સાબિત થશે. નર્મદા જીલ્લા મા 1.23 લાખ મનરેગા ના જોબકાર્ડ ધારકો છે બધા જોબકાર્ડ ધારકો ને રોજગારી મળશે. સરકાર દ્વારા યોજના ની સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે નું પણ જણાવ્યું હતું.
રાજ્ય સરકાર ના મંત્રી અને નર્મદા જીલ્લા પ્રભારી મંત્રી ઇશ્વરસિંહ પટેલે પોતાના વક્તવ્ય મા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી ના નેતૃત્વમાં સંસદ ના બંને ગૃહો મા રોજગાર અધિનિયમ 2025 ને મંજુરી આપવામાં આવી છે આ મંજુરી ને પ્રભારી મંત્રી એ ક્રાંતિકારી નિર્ણય તરીકે જણાવી નવીન યોજના થકી ગામડાઓ ની નવીન રૂપરેખા તૈયાર થશે, કોંગ્રેસ પાર્ટી ઉપર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે 2005 મા મનરેગા યોજના બની પરંતુ વડાપ્રધાન મોદી એ 2047 મા દેશ ને વિકસીત ભારત બનાવવાનો નિર્ધાર કર્યો હોય યોજનાઓ માં ફેરફાર જરૂરી હોય, વડાપ્રધાન મોદી ની આગેવાની મા દેશ માં પી એમ આવાસ યોજના મા લોકો ને ઘર મળી રહ્યા છે, આયુષ્યમાન યોજના હેઠળ મફત તબીબી સારવાર મળે છે, પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ 80 કરોડ દેશ વાસીઓ ને મફત અનાજ મળી રહ્યું છે, નળ સે જલ યોજના મા પાણી મળતું થયું છે ત્યારે નવીન વીબી જીરામજી યોજના  દેશ વાસીઓ નો ઉત્થાન  અને ગ્રામીણ અર્થતંત્ર ને વધુ વેગ આપશે. જે મહાત્મા ગાંધી ની વિચારધારા ને અનુરૂપજ હશે નું જણાવી કોંગ્રેસ પાર્ટી પોતાના શાસન માં એકજ પરિવાર ના નામે યોજનાઓ ના નામ રાખતી હતી, કોંગેસ ના શાસન માં મનરેગા યોજના માટે માત્ર 35 હજાર કરોડ રૂપિયા નીજ ફાળવણી કરવામાં આવતી જે આજે વધીને 95 હજાર કરોડ રૂપિયા કરવાનો લક્ષ્ય હોવાનું જણાવ્યું હતું.
નવીન વીબી જીરામજી યોજના હેઠળ ગ્રામીણ મજદૂરો ને વેતન દર અઠવાડિયે મળશે જેથી ગ્રામ્ય વિસ્તારોમાં અર્થતંત્ર મજબૂત બનશે. ગ્રામ સભા, પંચાયતો દ્વારા કામો મંજૂર કરવામાં આવશે, નકલી જોબકાર્ડ બનતા બંધ થશે, નવીન યોજના ને વિકસીત ભારત માટે ઉપયોગી ગણાવી વિપક્ષ દેશવાસીઓ ને આ યોજના માટે ગેરમાર્ગે દોરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ પાર્ટી ને રામ ના નામ ની એલર્જી હોવાનું જણાવી વીબી જીરામજી યોજના જનસેવા અને જનકલ્યાણ માટે ની હોવાનું જણાવ્યું હતું. ભૂતકાળ મા યોજના મા ગેરરીતિઓ થતી હોવાનું મંત્રી એ પોતાના વક્તવ્ય માજ સ્વીકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે નવા અધિનિયમ મા એ વન અને જી પી એસ થી કામગીરીઓ થતાં ખોટા જોબકાર્ડ થી પણ છૂટકારો મળશે.

(10:10 PM IST)