News of Wednesday, 7th January 2026
રાજપીપળાના શ્રી અન્નપૂર્ણા ફાઉન્ડેશન દ્વારા 50 HIV પીડિતોને ઉત્તરાયણ પર્વને લગતી કીટ અપાઈ
દરેક મોટા પર્વમાં સંસ્થાઓ અને સિવિલના અધિકારી, ડોકટરો દ્વારા કઈકને કઈક વસ્તુનું વિતરણ થાય છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લામાં ઘણા એચઆઇવી પીડિતો છે અને તે પૈકી ઘણાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી દિવાળી, ઉતરાયણ, હોળી જેવા મોટા તહેવારો ઉજવી શકતા નથી ત્યારે રાજપીપળા સિવિલમાં કાર્યરત એ.આર. ટી સેન્ટર પર આવતા પીડિતો ને મોટા તહેવારો પૂર્વે તહેવારોને અનુરૂપ વસ્તુઓ નું વિતરણ કરવામાં આવે છે, તેમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને હોસ્પિટલના અધિકારી, ડોકટરો દ્વારા પણ તહેવારો મુજબ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે.
હાલમાં ટુંક સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવતો હોય અને આ પર્વ દરેક વ્યક્તિઓ મનાવતા હોય છે, પરંતુ તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તહેવારો ખાસ ઉજવી શકતા નથી તેવા સંજોગો માં રાજપીપળા સિવિલમાં અપાતી આવી વસ્તુઓ મેળવી એચઆઇવી પીડિતો ખુશી વ્યક્ત કરતા જોવા મળે છે.આવનારા ઉત્તરાયણના તહેવાર માટે સિવિલ હોસ્પિટલના એઆરટી સેન્ટર પર શ્રી અન્નપૂર્ણા ફાઉન્ડેશન ના સંચાલક કલ્પેશભાઈ મહાજન દ્વારા 50 જેટલા એચઆઇવી પીડિતો ને ચીકી નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કીટ વિતરણ કાર્યક્રમમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલના એઆરટી સેન્ટરના જીગ્નેશભાઈ પરમાર, નીલમબેન વસાવા, ખૂબીબેન દેસાઈ, વિહાન પ્રોજેક્ટના હેલ્થ પ્રમોટર ગીતાબેન પટેલ અને ફિલ્ડ કોડીનેટર હેતલબેન ખત્રી એ ઉપસ્થિત રહી તમામ એચઆઇવી પીડિતોને કીટ આપી હતી.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
