News of Wednesday, 7th January 2026
નાનીબેડવાણ ગામની સીમમાં જુગાર પર પોલીસ ત્રાટકી : રૂ. 2.4 લાખનો મુદામાલ ઝડપી ગુનો દાખલ કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના નાનીબેડવાણ ગામની સીમ માંથી પોલીસે જુગાર રમતા નબીરાઓને ઝડપી મુદામાલ કબ્જે કર્યો છે
મળતી માહિતી અનુસાર દેડિયાપાડ પોલીસે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વાય.એસ.શીરસાઠ ના માર્ગદર્શન હેઠળ જુગારધામ પર રેડ કરતા (૧) રાજેશ જગદિશભાઇ વસાવા (રહે-મોટીબેડવાણ ટાંકી ફળીયા તા.ચિકદા જી-નર્મદા) (૨) હરેશ ગોવિંદભાઇ વસાવા (રહે-ઉમરદા વડ ફળીયુ તા.ઉમરપાડા જી-સુરત )(૩) ત્રિકુશ ધરમસીંગ ભાઇ વસાવા (રહે-ચવડા પટેલ ફળીયુ તા.ઉમરપાડા જી-સુરત) (૪) પિયુષ સોનજીભાઈ વસાવા (રહે-નાનીબેડવાણ આંગણવાડી ફળીયુ તા.ચિકદા જી-નર્મદા) (૫) જગદિશ વાડગીયાભાઇ વસાવા ( રહે-મોટીબેડવાણ ટાંકી ફળીયુ તા.ચિકદા જી-નર્મદા ) (૬) સોનીયા ઉબડીયાભાઇ વસાવા (રહે-મોટીબેડવાણ ટાંકી ફળીયુ તા.ચિકદા જી-નર્મદા )નાઓ ને ઝડપી પાડ્યા હતા જ્યારે નાસી જનાર જુગારીઓમા (૭) ગણેશ સુકરીયાભાઇ વસાવા( રહે-ઝરાવાડી તા.ઉમરપાડા જી-સુરત) (૮) મિનેશ બાબુભાઇ વસાવા( રહે-ભરાડા (રેલ્વા) તા.ચિકદા જી-નર્મદા ) તથા (૯) મુકેશ જાલમસીંગ વસાવા( રહે-ભરાડા (રેલ્વા) તા.ચિકદા જી-નર્મદા) નાઓ મોજે નાનીબેડવાણ ગામની સીમમાં આવેલ મારગીયાભાઇ ખાપટીયાભાઇ વસાવાનાઓના ખેતરના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમી રમાડતા દાવ પરના રોકડા રૂ.૨૫૦૦/- તથા અંગ ઝડતી ના રોકડા રૂ.૧૧,૦૨૦/- તથા મોબાઇલ નંગ-૦૬ કિ.રૂ. ૨૧,૦૦૦/- તથા વેગેનાર VXI ફોર વ્હીલર ગાડી કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- તથા મોટર સાઈકલ ની કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨,૦૪,૫૨૦/- સાથે મળી આવી પકડાઇ જઇ ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.તપાસ પીએસઆઈ પી.આર.ચૌધરી કરી રહ્યા છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
