News of Wednesday, 7th January 2026
પ્રતાપનગર ચોકડી પાસે સરકારી એસટી બસે બાઇકને અથાડતા બાઇક ચાલકને ગંભીર ઇજા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપનગર ચોકડી પાસે સરકારી એસટી બસે બાઇકને અથાડતા બાઇક ચાલકને ગંભીર ઇજા થતા એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે
પ્રાપ્ત માહિતી અનુસાર જયુબેન વા/ઓફ કલ્પેશભાઈ ગોરધનભાઈ પટેલ ( મુળ રહે.વેલુગામ તા.ઝઘડીયા જી. ભરૂચ હાલ રહે.ઉમલ્લા વાડી ફળિયુ તા.ઝઘડીયા જી.ભરુચ )નાઓએ આપેલ ફરિયાદ મુજબ ગઇ તા.૦૩/૦૧/૨૦૨૫ ના રોજ સરકારી બસ રજી. નં. GJ 18 Z 5216 ના ચાલક તેમના પતિ કલ્પેશભાઈ ધારીખેડા સુગર ફેકટરીના પેટ્રોલ પંપ ઉપર નોકરી પૂરી કરી પોતાની બજાજ CT 110X મોટરસાઈકલ નં. GJ 16 ED 0147 ઉપર ઘરે પરત જતી વખતે રાજપીપલા અંકલેશ્વર હાઇવે રોડ ઉપર પ્રતાપનગર ચોકડી પાસે પહોંચતા ઇજા પામનારની ડાબી બાજુમાં ચાલતી સરકારી બસના ડ્રાઈવરે ચોકડી ઉપર સાઈડ લાઈટ આપ્યા વગર બેદરકારીથી બસ હંકારી અચાનક ઇજા પામનારની સાઇડમાં બસ વાળી દઈ એકસીડન્ટ કરતા કલ્પેશભાઈને જમણા ખભાના ભાગે તથા મોઢાના ભાગે તેમજ ડાબા પગમાં ઘુંટણથી નીચે નળાના ભાગે ફેકચરની ગંભીર ઇજાઓ પહોંચાડી ગુનો કરતા આમલેથા પોલીસે તપાસ હાથ ધરી છે.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
