<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

તરોપા ગામમાં પ્રેમ સંબંધ નહી રાખનાર મહિલા પર જીવલેણ હુમલો કરનારને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

કોયતા વડે જીવલેણ હુમલો કરી મહિલાને ઇજાઓ પહોંચાડી મારી નાખવાની કોશિસ કરી હતી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના તરોપા ગામમાં મહિલા પર કોયતા વડે હુમલો કરી મારી નાખવાની કોશિસ કરનાર શખ્સને કોર્ટે દસ વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો છે.

   જાણવા મળ્યા મુજબ તા. ૧૩/૦૨/૨૦૨૨ ના રોજ સાંજના ૪:૩૦ વાગ્યાના અરસામાં ગામ તરોપા, વેરાઈ ફળીયા માં રહેતા કૈલાશબેન પ્રદીપભાઈ વસાવા પોતાના ઘરના આંગણામાં બાંધેલ ભેંસોને ઘાસ-ચારો નાખતી હતી તે વખતે ગામનો પ્રવિણભાઈ રમેશભાઈ વસાવા કૈલાશબેનના ઘરે આવી કહેતો હતો કે, તુ કેમ મારી સાથે પ્રેમ સંબંધ રાખતી નથી, તને આજે મારી નાખીશ, તેમ કહી કૈલાશબેનને મારી નાખવાના ઈરાદે પ્રવિણભાઈ રમેશભાઈ વસાવાએ પોતાના હાથમાના લોખંડના કોઈતા વડે પરણીત સ્ત્રી કૈલાશબેનના ડાબા હાથે, ખભાના નિચેના ભાગે તથા માથા, ગળાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચાડી મારી નાખવાની કોશિશ કરી ગુનો કર્યો હતો.
આ કેસ મે.નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી.પંચાલ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે સરકારી વકીલ પ્રવીણકુમાર એચ. પરમાર નાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તથા મોખીક દલીલો રજૂ કરતા કોર્ટે આ પુરાવાઓને ધ્યાનમાં રાખી પ્રવીણ વસાવા ને ૧૦(દસ)વર્ષની સખત કેદની સજા અને રૂ.૫૦૦૦/- નો દંડની સજા તથા દંડ ન ભરે નો ૬ માસની વધુ સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

(10:21 PM IST)