News of Wednesday, 7th January 2026
અમદાવાદમાં ફરી એકવાર ક્રાઈમ બ્રાન્ચના નકલી અધિકારી ઝડપાયા : ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી પૈસા પડાવતો પકડાયો તો
ફરિયાદીની મોટરસાયકલ માં દારૂ હોવાનું જણાવી રોક્યો બાદમાં પીયુસી અને લાઇસન્સ સહિતના ડોક્યુમેન્ટ માંગ્યા :ફરિયાદીને દારૂના નામે ડરાવી રૂ 40,000 પડાવ્યા

અમદાવાદમાં ફરી એકવાર ક્રાઈમ બ્રાન્ચના નકલી અધિકારી જડપાયા છે. પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી પૈસા પડાવતો આરોપી ઝડપાયો. ફરિયાદીની મોટરસાયકલ માં દારૂ હોવાનું જણાવી રોક્યો હતો. બાદમાં પીયુસી અને લાઇસન્સ સહિતના ડોક્યુમેન્ટ માંગ્યા હતા. ફરિયાદીને દારૂના નામે ડરાવી રૂ 40,000 પડાવ્યા હતા. જેને લઇને ફરિયાદી દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી ફરિયાદ. નરોડા પોલીસે વટવામાં રહેતા મોહમ્મદ શાહરુખ અન્સારીની કરી ધરપકડ. મોહમ્મદ પોતાની નકલી પોલીસ તરીકે ઓળખ આપી પડાવતો હતો પૈસા. પોલીસે તેની પાસેથી રોકડ રૂપિયા 40,000 જપ્ત કર્યા છે. મોહમ્મદ વિરુદ્ધ ભૂતકાળમાં ખોખરા, મણિનગર, અમરાઈવાડી, ઓઢવ, રખિયાલ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
