News of Wednesday, 7th January 2026
ગાંધીનગરના ટીટોડા ગામમાં હડકાયા ભૂંડનો આંતક:ગામના વૃદ્ધા સહિત ત્રણ લોકોને કરડતા હોસ્પિટલમાંમાં ખસેડયા
સમગ્ર ઘટનાને લઈ વન વિભાગે ભૂંડને પકડવા ટીટોડામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ

ગાંધીનગરના ટીટોડા ગામમાં હડકાયા ભૂંડનો આંતક ફેલાયો છે, ભૂંડ હડકાયું થતા ગામના વૃદ્ધા સહિત ત્રણ લોકોને કરડતા તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંમાં ખસેડવામા આવ્યા હતા . ભુંડ કરડતા તેમને ટાંકા લેવાની પણ તબીબોને ફરજ પડી હતી. સમગ્ર ઘટનાને લઈ વન વિભાગે ભૂંડને પકડવા ટીટોડામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ભુંડને પકડવા વન વિભાગ અને મહાનગરપાલિકાની કૂતરા પકડનાર ટીમને પણ તૈયાર કરાઈ છે. ટીંટોડામાં હડકાયા ભુંડના આંતકથી રાતે ખેતી કરતા ખેડૂતો અને ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો છે…
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
