<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

સુરતમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો : 89 હજારના 89 બોબીન કબ્જે કર્યો :બે યુવકોની ધરપકડ

સુદામા ચોક ખાતે આવેલી કૃષ્ણઃ વોચ એન્ડ ગિફ્ટ નામની દુકાનની આડમાં વેંચતા હતા ચાઈનીઝ દોરી

સુરત : શહેરમાંથી પોલીસે ચાઈનીઝ દોરીનો જથ્થો પકડી પાડ્યો છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું હોવાની વિગતોને આધારે સુરત પોલીસ એકટિવ થઈ હતી. મોટા વરાછા વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો હતો . ઉત્રાણ પોલીસે બાતમીના આધારે રેડ કરી બે યુવકોની ધરપકડ કરી હતી, 89 હજારના 89 બોબીન કબ્જે કરવામાં આવ્યા હતા સુદામા ચોક ખાતે આવેલી કૃષ્ણઃ વોચ એન્ડ ગિફ્ટ નામની દુકાનની આડમાં ચાઈનીઝ વેંચતા હતા. ચાઈનીઝ દોરી લોકો માટે પ્રાણઘાતક, ઉતરાણ પોલીસે મુદ્દમાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી .

(4:56 PM IST)