તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 8th January 2026
સુરતના ગોડાદરામાં આપની સભા પહેલા વિરોધનો વંટોળ : ગોપાલ ઇટાલિયાના પોસ્ટર પર શ્યાહી ફેકી વિરોધ કરાયો
પોસ્ટરમાં આમંત્રણ તરીકે “મીઠી ખાડી મુસ્લિમ સમાજ” લખાયેલ છે. મુસ્લિમ ટોપી પહેરી નેતાઓની તસવીર

સુરતના ગોડાદરામાં આપની સભા પહેલા વિરોધનો વંટોળ સર્જાયો છે. ગોપાલ ઇટાલિયાના પોસ્ટર પર શ્યાહી ફેકી વિરોધ કરવામા આવ્યો છે. પોસ્ટર વિવાદના પગલે તણાવ સર્જાયો છે. ગુરુવારે આપ પાર્ટીની સભાનું આયોજન છે. સભા પહેલા જ વિરોધનો માહોલ સર્જાયો છે. સભામાં મુખ્ય વકતા તરીકે ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા હાજર રહેવાના છે. પોસ્ટરમાં આમંત્રણ તરીકે “મીઠી ખાડી મુસ્લિમ સમાજ” લખાયેલ છે. મુસ્લિમ ટોપી પહેરી નેતાઓની તસવીર. કાર્યક્રમ સ્થળ હિન્દુ બહુમતી વિસ્તારમાં યોજાઈ રહ્યો છે. આ મુદ્દાને લઈ વીએચપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. .
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
