<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

હિતેશકુમાર ભૂંડિયાનું શિક્ષણ મંત્રીના હસ્‍તે સન્‍માન થયું

ગુજરાત રાજ્‍ય એવોર્ડી ટીચર્સ ફેડરેશન સમર્પિતની વાર્ષિક સાધારણ સભા અને શૈક્ષણિક અધિવેશન શિક્ષણના મહાનુભાવો ની પ્રેરક ઉપસ્‍થિતિમાં આનંદ નિકેતન સ્‍કુલ,સુઘડ, ગાંધીનગરમાં મળી હતી.  જેમાં હિતેશકુમાર પ્રવિણચંદ્ર ભૂંડિયા કે જેઓ ગુજરાત રાજ્‍યનાં રાજકોટ શહેરની સુપ્રસિદ્ધ શાળા શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેમને રાજ્‍ય કક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા તથા પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યા. આ ઉપરાંત રીટાબેન પટેલ-ધારાસભ્‍ય ગાંધીનગર, ડો. ટી.એસ.જોષી-વાઈસ ચાન્‍સેલર-ચિલ્‍ડ્રન યુનિવર્સિટી- ગાંધીનગર, વિવેક પટેલ-મેનેજિંગ ટ્રસ્‍ટી-આનંદ નિકેતન-સુઘડ, ડો.ભગવાનભાઈ પ્રજાપતિ-જિલ્લા શિક્ષણાધિકારી-ગાંધીનગર, તેમજ શિક્ષણવિદ અને સાહિત્‍યકાર રતિલાલ બોરીસાગર વગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૪ના રાજ્‍ય અને રાષ્‍ટ્રીય એવોર્ડ પારિતોષિક મેળવેલ શિક્ષકોનું સન્‍માન અને ગુજરાત રાજ્‍યની એસ.ટી.બસોમાં નિઃશુલ્‍ક મુસાફરીના સ્‍માર્ટકાર્ડ એનાયત કરવામાં આવ્‍યા હતા.(૩પ-૧૪

(3:25 PM IST)