<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

જીપીએસસી દ્વારા ૨૦૨૬ નું પરીક્ષા શીડ્‍યુલ જાહેરઃ૧૮ સંવર્ગો માટે ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન યોજાશે પરીક્ષાઓ

ગાંધીનગર, તા. ૮:  ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લાખો યુવાનો માટે સારા સમાચાર આવ્‍યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા વર્ષ ૨૦૨૬ માં યોજાનારી વિવિધ ભરતી પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્‍યો છે. ઉમેદવારો લાંબા સમયથી આ જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા, જેનો હવે અંત આવ્‍યો છે.

કયા પદો માટે કયારે લેવાશે પરીક્ષા?: જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, ક્‍લાસ-૧ અને ક્‍લાસ-૨ ના કુલ ૧૮ જેટલા અલગ-અલગ સંવર્ગો માટેની પ્રાથમિક કસોટી આગામી ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ ૨૦૨૬ દરમિયાન યોજાશે. આ જાહેરાતથી ખાસ કરીને વહીવટી સેવા અને ટેકનિકલ કેડરમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનોમાં ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

મહત્‍વની પરીક્ષાઓની તારીખોઃ આયોગ દ્વારા જાહેર કરાયેલા લિસ્‍ટ મુજબ કેટલીક મુખ્‍ય પરીક્ષાઓની તારીખો નીચે મુજબ છેઃ

રહસ્‍ય સચિવ (ગુજરાતી), વર્ગ-૨: ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬

રહસ્‍ય સચિવ (અંગ્રેજી), વર્ગ-૨: ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬

મદદનીશ વહીવટી અધિકારી / મદદનીશ હિસાબી અધિકારીઃ ૧૫ માર્ચ, ૨૦૨૬

વહીવટી અધિકારી (મત્‍સ્‍યોદ્યોગ સેવા): ૧૫ માર્ચ, ૨૦૨૬

મેનેજર (એમઆઈએસ - પ્‍ત્‍લ્‍), વર્ગ-૧ અને વર્ગ-૨: ૨૮ માર્ચ, ૨૦૨૬

નાયબ મેનેજર (સેક્રેટીરીયલ બ્રાન્‍ચ): ૦૪ એપ્રિલ, ૨૦૨૬

પશુચિકિત્‍સા અધિકારી, વર્ગ-૨: ૦૫ એપ્રિલ, ૨૦૨૬

ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૨ (વહીવટી શાખા): ૦૫ એપ્રિલ, ૨૦૨૬

આચાર્ય, વર્ગ-૨: ૧૦ એપ્રિલ, ૨૦૨૬

નિયામક ગ્રંથાલય અને મદદનીશ ઉદ્યોગ કમિશનરઃ ૧૧ એપ્રિલ, ૨૦૨૬

નવું ભરતી કેલેન્‍ડરઃ જાન્‍યુઆરીના અંતમાં:

આ ઉપરાંત, જીપીએસસીના ચેરમેન દ્વારા માહિતી આપવામાં આવી છે કે આયોગ હાલમાં વિવિધ વિભાગો સાથે પરામર્શ કરી રહ્યું છે.

આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ ચાલુ મહિનાના એટલે કે જાન્‍યુઆરી મહિનાના અંત સુધીમાં વર્ષ ૨૦૨૬ નું સંપૂર્ણ ભરતી કેલેન્‍ડર સત્તાવાર રીતે બહાર પાડવામાં આવશે.

ઉમેદવારોને પરીક્ષા કેન્‍દ્ર અને સમયની સચોટ માહિતી માટે જીપીએસસીની સત્તાવાર વેબસાઈટ પર નજર રાખવા વિનંતી કરવામાં આવી છે.

(4:15 PM IST)