તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 8th January 2026
વડોદરામાં સયાજીગંજની હોટલના રૂમમાં જન્મદિવસની મહેફિલ માણતા આઠ વેપારીઓને પોલીસે ઝડપી પાડયા
પીએમ રિજન્સીના રૂમમાં જન્મ દિવસની પાર્ટી મળી રહ્યા હતા આંઠ વેપારીઓ:પોલીસે ઓચિંતાના દરોડા પાડી દારૂની ત્રણ બોટલ સહીત ઠંડા પીણાંની એક બોટલ સહિતની ચીજ વસ્તુઓ કબ્જે કરી

વડોદરા: શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી હોટલ પીએમ રિજન્સીના રૂમમાંથી બર્થ ડે નિમિત્તે દારૂની પાર્ટી માણતા આઠ વેપારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસે દારૂની ત્રણ બોટલ અને ઠંડા પીણાની એક બોટલ સહિતની ચીજ વસ્તુઓ કબજે કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા વેપારીઓ મોબાઈલ શોપ તેમજ રીપેરીંગનું કામ કરે છે. શંકર જેઠવાણી નામના વેપારીની બર્થ ડે નિમિત્તે તેણે પાર્ટી રાખી હતી અને અજય સુખવાણીએ રૂમ બુક કરી હતી. અજયના કહ્યા મુજબ શંકરે દારૂની બોટલ આપી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, સયાજી કંજની પીએમ રિજન્સી હોટલમાં દારૂની પાર્ટીની માહિતી મળતા લિફ્ટ મારફતે પોલીસ ઉપર પહોંચી હતી. રૂમનો દરવાજો ખોલાવતા ટેબલ ખુરશી તેમજ બેડ ઉપર દારૂના ગ્લાસ, દારૂની બોટલ, ઠંડા પીણાની બોટલ, વેફર અને અન્ય ચાખણા પડ્યા હતા. જેથી તમામની અટક કરવામાં આવી હતી.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
