<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

ગુજરાત જાહેર સેવા આયોગની પ્રાથમિક કસોટીની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર: જાણો ક્યારે લેવાશે ક્લાસ 1-2 ની પરીક્ષા

ક્લાસ-1 અને ક્લાસ-2 ના કુલ 18 જેટલા અલગ-અલગ સંવર્ગો માટેની પ્રાથમિક કસોટી આગામી ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન યોજાશે

 અમદાવાદ : ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026માં યોજાનારી વિવિધ સંવર્ગની ભરતી પરીક્ષાઓની તારીખો સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે.

 

GPSC દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો મુજબ, ક્લાસ-1 અને ક્લાસ-2 ના કુલ 18 જેટલા અલગ-અલગ સંવર્ગો માટેની પ્રાથમિક કસોટી આગામી ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન યોજાશે. આ જાહેરાતથી ખાસ કરીને વહીવટી સેવા અને ટેકનિકલ કેડરમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ક્લાસ-1 અને ક્લાસ-2 ના કુલ 18 જેટલા અલગ-અલગ સંવર્ગો માટેની પ્રાથમિક કસોટી આગામી ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન યોજાશે  જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે 

(6:42 PM IST)