News of Thursday, 8th January 2026
સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણી લંબાઈ
તાપીના બાજીપુરા ખાતે ચૂંટણી વહેલી તકે યોજવાની માંગ સાથે પશુપાલકો ઉમટ્યા :સુમુલના એમડી ને બોલાવી ઉગ્ર પ્રશ્નોતરી કરી:છેવટે સુમુલનાં એમ.ડી.એ એફિડેવેટથી લેખિત બાહેધરી આપતા મામલો શાંત પડ્યો

દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણી લંબાઈ છે. તાપીના બાજીપુરા ખાતે ચૂંટણી વહેલી તકે યોજવાની માંગ સાથે પશુપાલકો મોટી સંખ્યમાં ઉમટ્યા હતા . પશુપાલકોએ સુમુલના એમડી ને બોલાવી ઉગ્ર પ્રશ્નોતરી કરી હતી . છેવટે સુમુલનાં એમ.ડી.એ એફિડેવેટથી લેખિત બાહેધરી આપતા મામલો શાંત પડ્યો હતો .
બાજીપુરા સુમુલ કેન્દ્ર ખાતે 8 ઓગસ્ટ 2025 આગલી કમિટિની મુદત પુરી થઇ હતી અને 22 ઓગસ્ટ 2025થી કસ્ટોડીયન કમિટી કાર્યરત છે. હવે આગામી દિવસોમાં સુમુલ ડેરીનાં મેનેજીંગ ડિરેક્ટરે કરેલું એફિડેવિટ કોર્ટમાં રજૂ કરાશે. ત્યારબાદ કોર્ટ જે નિર્ણય કરશે એ માન્ય રહેશે એવું પશુપાલકોનાં આગેવાનોએ જણાવ્યું હતું .
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
