<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગરને ડોનેશન રૂપે મળેલી કેન્સર સ્ક્રિનિંગ વાનનું ગાંધીનગરમાં લોકાર્પણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હેલ્થ એન્ડ વેલનેસ ફોર ઓલના ધ્યેયને વધુ ગતિ મળશે:

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્સરની વહેલી પ્રાથમિક તપાસ માટે મહત્વપૂર્ણ એવી કેન્સર સ્ક્રિનિંગ વાન - આશા વાનનું ગાંધીનગરમાં લોકાર્પણ કર્યું હતું.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ભાવનગર બ્રાન્ચને જેનબર્ક ફાર્માસ્યુટિકલ દ્વારા ડોનેશન તરીકે આ  આશા વાન ભેટ આપવામાં આવી છે.
આ વાન EVA-Pro ડાયગ્નોસ્ટિક્સ ,મેમોગ્રાફી યુનિટ અને નિષ્ણાંત ટેલી કન્સલટેશનથી સજ્જ છે.
એટલું જ નહીં, ખાસ કરીને લંગ કેન્સર, ઓરલ કેન્સર, બ્લડ કેન્સર, સર્વાઈકલ કેન્સર, પેન્ક્રિયાટિક કેન્સર તેમજ લીવર કેન્સર, બ્રેસ્ટ એન્ડ પ્રોસ્ટેટ કેન્સર જેવા રોગોના નિદાન માટેનું સ્ક્રિનિંગ અલ્ટ્રા મોડર્ન ઇન્સ્ટ્રુમેન્શનથી આ વાન મારફતે જે તે સ્થળ પર થઈ શકશે. 
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હેલ્થ એન્ડ વેલનેસ ફોર ઓલનો જે ઉદાત ધ્યેય રાખ્યો છે તેને ગ્રામીણ સ્તરે વધુ ગતિ આપવામાં આ આશા વાન ઉપયુક્ત બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ આ 10 કેન્સર સ્ક્રિનિંગ વાન ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટીની ભાવનગર બ્રાન્ચને જનસેવા માટે અર્પણ કરી તે અવસરે જેનબર્ક ફાર્માના એમડી આશિષ ભૂતા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર બ્રાન્ચના પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

(7:48 PM IST)