News of Thursday, 8th January 2026
ગાંધીનગરઃમાં ટાઈફોઈડના નવા 14 કેસનોંધાયા : 18 દર્દીઓને સિવિલ હોસ્પિટલમાંથી રજા: 80 જેટલા દર્દીઓ સારવાર હેઠળ
3110 ક્લોરિન ટેસ્ટમાંથી 2977 પીવા યોગ્ય આવ્યા: શહેરમાં પાઈપલાઈનમાં 48 લીકેજ મળતા તાત્કાલિક રીપેર કરાયા

ગાંધીનગરઃ ગાંધીનગરમાં ટાઈફોઈડના વધુ 14 કેસ સામે આવ્યા છે. 18 દર્દીઓને સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. 80 જેટલા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. 3110 ક્લોરિન ટેસ્ટમાંથી 2977 પીવા યોગ્ય આવ્યા છે. શહેરમાં પાઈપલાઈનમાં 48 લીકેજ મળી આવ્યા છે. તાત્કાલિક રિપેરિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં ક્લોરિન ટેબ્લેટ અને ORSનું વિતરણ કરવામાં આવ્યુ. અસરગ્રસ્ત વિસ્તારમાં નાસ્તાની લારીઓ પણ બંધ કરાઈ છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
