News of Thursday, 8th January 2026
કરોડોના ખર્ચ પાણી મા : રાજપીપળા થી રામગઢને જોડતો પુલ એક વર્ષ થી બંધ
ત્રણ ચાર વાર પીલ્લર બેસવાની ઘટના બાદ એક વર્ષ થી બંધ કરાયેલા આ પુલ ની કોઇજ કામગીરી થતી નથી: જ્યારે પુલ બન્યો ત્યારે ચર્ચાતી વાત મુજબ પુલની કામગીરીમા તંત્ર એ તગડી કમાણી કરી છે તો આ અંગત ફાયદો પચાવી ગયેલા અધિકારીઓ હવે પુલ તરફ જોતા કેમ નથી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા કરજણ ઓવારા પાસે નદી ઉપર બનેલા રાજપીપળા થી રામગઢને જોડતા પુલ માં વારંવાર ખામી આવતા રિપેરિંગ માટે વારંવાર બંધ કરવામાં આવ્યો હતો પરંતુ હાલમાં વધુ ખામી આવતા તંત્ર દ્વારા આ પુલ સંપૂર્ણ બંધ કરી દેતા આસપાસ ના ગામોના લોકો ને લાંબો ફેરો ફરવો પડશે. આ પુલ બન્યો ત્યારથી વિવાદ માં રહ્યો કેમ કે વારંવાર તેનો પીલ્લર બેસી જતા ઘણી વાર રિપેરિંગ માટે પુલ ભારે વાહનો માટે બંધ કરાયો હતો પરંતુ હવે તો પુલ એકદમ જોખમી થઈ પડતા નવેસર કામગીરી કરવા પુલ સંપૂણ બંધ કરાયો છે.હવે નવેસર થતી કામગીરી યોગ્ય રીતે કરાઈ અને કોઈ વેઠ ના ઉતારાય તેવી લોકમાંગ છે. હાલમાં રામગઢ પુલ પર બંને છેડે પતરા મારી પુલ પરથી અવર જવર બંધ કરી દેવામાં આવી છે જેથી રામગઢ તરફથી રાજપીપળા આવતા કે જતા લોકો ને હવે લાંબો ફેરો ફરી ને આવવું જવું પડશે.
જોકે એક વર્ષ થી કામગીરી માટે બંધ કરાયેલા આ કરોડો ના પુલ પર કોઇજ કામગીરી ચાલતી નથી પરંતુ તમામ વાહનો માટે પુલ સંપૂર્ણ બંધ કરતાં લોકો માં ભારે રોષ જોવા મળ્યો છે, લોકો નું કહેવું છે કે રામગઢ તરફ ના નજીક ના ગામો માંથી રાજપીપળા અભ્યાસ માટે આવતા વિધાર્થીઓ સાઇકલ, બાઇક કે અન્ય નાના વાહનો મારફતે આવતા હતા પરંતુ હાલ બધા વાહનો બંધ હોય આખો ફેરો ફરી આવવું પડે છે માટે તંત્ર આ માટે નાના વાહનો માટે પુલ ચાલુ કરી પુલ ની કામગીરી ઝડપી ચાલુ કરે તેવી માંગ છે.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
