<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

ગુજરાત વેધર અપડેટ: ૧૨ જાન્યુઆરી સુધી કાતિલ ઠંડી યથાવત રહેશે

ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ વહેલી સવારે અને મોડી રાત્રે ધુમ્મસ અને ઝાકળ જોવા મળી શકે છે: હવામાન નિષ્ણાતોના મતે, ૧૩ જાન્યુઆરી પછી તાપમાનમાં સામાન્ય વધારો થવાની શક્યતા

અમદાવાદ: રાજસ્થાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર તરફથી ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ, આગામી ૧૨ જાન્યુઆરી સુધી રાજ્યમાં સૂકું અને ઠંડુ વાતાવરણ યથાવત રહેશે.
આગાહી: ઉત્તર ગુજરાત (બનાસકાંઠા, પાટણ) અને કચ્છમાં ઠંડા પવનોની તીવ્રતા વધુ રહેશે. જોકે, ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ વહેલી સવારે અને મોડી રાત્રે ધુમ્મસ અને ઝાકળ જોવા મળી શકે છે.
હવામાન નિષ્ણાતોના મતે, ૧૩ જાન્યુઆરી પછી તાપમાનમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે, ત્યાં સુધી નાગરિકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે.

 

(12:21 AM IST)