તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 9th January 2026
ગુજરાત સ્ટેટ ઈલેકટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા ૧૮મી ઇન્ટર ટીપીએસ ક્રિકેટ ટુર્નામેન્ટ સિક્કામાં યોજાઈ

ઉકાઈની ટીમ વિજેતાઃ ગુજરાત સ્ટેટ ઈલેકટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા ૧૮ મી ઇન્ટર ટીપીએસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત યજમાન પદ જીએસઇસીએલ, ટીપીએસ સિક્કાને મળેલ. આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતની જીએસઇસીએલની ૧૨ ટિમોએ ભાગ લીધો જેમાં સિક્કા, વણાકબોરી, પાંધ્રો, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ધુવારણ, કડાણા, ઉકાઈ, ઉતરાણ, સરદારસરોવર, ભાવનગર અને વડોદરા વડી કચેરીની ટિમ ભાગ લઈ ક્રિકેટ મહોત્સવનો માહોલ ઉભો કરેલ. વણાકબોરી અને ઉકાઈ ટીપીએસની ટિમ વચ્ચે ફાઇનલ મેચ રમાયેલ તેમાં ઉકાઈ ટીપીએસની ટિમ વિજેતા બનેલ અને આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ ટ્રોફીની હકદાર બની. ફાઇનલ મેચમાં ઉકાઈની ટીમ ૧૧૬ રન બનાવેલ અને વણાકબોરી ટિમ ૮૩ રનમાં ઓલ આઉટ થયેલ. સરદાર સરોવરના ચીફ એન્જિનિયર એ.એન. પટેલ, સિક્કાના ભૂતપૂર્વ રિટાયર્ડ સીઈ એસ એસ પટેલ, પી એમ પરમાર, સિક્કાના રિટાયર્ડ એન્જીનયર એસ.ઇ. આર.એસ. કાલારિયા, એચ આરના ભૂતપૂર્વ કર્મચારી એન ડી ત્રિવેદી, ધીરેનભાઈ આચાર્ય, પૂર્વ ખેલાડી, પી ટી રાણા પાંધ્રો તથા અન્ય પાવર સ્ટેશન ના ભૂતપૂર્વ કર્મચારીમિત્રો, સિકકા ટીપીએસના ઉચ્ચ અધિકારીગણ, સ્ટાફમિત્રો તથા કોલોની પરિવારજનો તથા આમંત્રિત મહેમાનો એ પણ હાજરી આપી હતી. ટુર્નામેન્ટના સમાપનમાં સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ દ્વારા આ ટુર્નામેન્ટના રેફરી બાલકળષ્ણસિંહ જાડેજા તથા તેમની અમ્પાયરિંગ ટિમને શુભેચ્છા ભેટ આપી હતી. ત્યારબાદ મેન ઓફ ધ મેચ પ્રીતેશ પટેલ ઉકાઈને પી જી બાવીસી સી.ઓ.એ દ્વારા, બેસ્ટ બોલર એચ બી રાઠોડ વણાકબોરીને શૈલેષ ઝા જીઈ પાવર, પી એમ પરમાર રીટા. સીઈ દ્વારા, બેસ્ટ બેટ્સમેન વિવેક પટેલ વણાકબોરીને ડી.આઈ.સિંધા ડી.જી.એમ, એસ એસ પટેલ રીટા. સીઈ દ્વારા, મેન ઓફ ધ સિરીઝ એન બી ચૌહાણને એચ ડી મૂંધવા ચીફ એન્જિનિયર. સિક્કા, એ એન પટેલ ચીફ એન્જિનિયર સરદાર સરોવર દ્વારા ટ્રોફી અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવેલ. રનર્સ અપ ટિમ વણાકબોરીના કપ્તાન બી એ પટેલ અને વિજેતા ટિમ ઉકાઈના કપ્તાન એન કે પટેલને ચેમ્પિયન્સ ટ્રોફી આપી સિક્કાના ચીફ. એન્જિનિયર એચ ડી મૂંધવા એ સન્માનિત કરેલ. ટીપીએસ સિક્કાના ચીફ એન્જીનયર અને રેક્રિએશન ક્લબના પ્રમુખ એચ ડી મુંધવા, ડીજીએમ અને ટુર્નામેન્ટના કન્વીનર ડી આઈ સિંધા, સુપ્રી. એન્જી. એસ એચ કહાર, એન. આર.પટેલ, ડી કે વસાવા, ઇન્ચાર્જ એસ ઇ ડી એમ કડછા, બી ડી સનારીયા, એ.એમ.ઓ ડો. ટી જે રાદડિયા, સી.ઓ.એ. પી જી બાવીસી તેમજ ઇએમડી, વર્કશોપ, સિવિલ વિભાગના સ્ટાફ તથા રિક્રિએશન ક્લબના હોદેદારો ડી એમ ઝાલા, પી એમ જેઠવા, બી આઈ ગઢવી, ડી એચ નકુમ, ડી આર નાગાણી, વી એચ રાજ્યગુરુ, આર એન જાડેજા, વાય બી જાડેજા, જે આર કંચવા તેમજ કમિટી મેમ્બર રાજુભાઇ મહેતા, એચ જી જાડેજા, જે ડી પંડ્યા, એ જી પંડ્યા, વી એમ જાડેજા, આર બી જલુ, ડી જી બારડ, એચ.એમ જાડેજા, સી આર ગોસ્વામી, ડી આર પટેલ, નયન જોષી વગેરે એ આ ટુર્નામેન્ટ સફળ બનાવવા જહેમત લીધેલ કાર્યક્રમનું સંચાલન વીમલ.એચ.રાજ્યગુરુ, પી.એમ. જેઠવા દ્વારા કરવામાં આવેલ. તેમ એન.ડી. ત્રિવેદીની યાદીમાં જણાવવામાં આવેલ છે
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
