News of Friday, 9th January 2026
૩૧ વર્ષથી વોન્ટેડ ધાડના આરોપીને સુરત PCB દ્વારા રાજસ્થાનમાંથી વિશેષ ઓપરેશનમાં ઝડપી લેવાયો...
૧૫ વર્ષથી વોન્ટેડ ૭૭ ખુંખાર ત્રણ વર્ષમાં સીપીની રણનીતિ અંતર્ગત પકડી, PCB પોતાના જ રેકોર્ડ સમયાંતરે તોડી રહ્યું છે, વાયરલ અભિયાનની ભીતરી વાતો અકિલા સમક્ષ પીઆઇ આર એસ સુવેરા વર્ણવે છે : કાબિલ સ્ટાફને બાતમી મળતા PCB પીઆઇ તુર્ત અનુપમસિંહ ગેહલોત સાથે બેઠક કરી, બન્નેના સોર્સ દ્વારા લીલી ઝંડી મળી અને મજૂર વેશમાં રેકી કરતી ટીમ અચાનક ત્રાટકી...

રાજકોટ, તા.૯: સુરત પોલીસના હાથ લાંબા છે, અને તેની પકડથી વેચવું મુશ્કેલ જ નહિ, અશકય છે એવા મંત્ર સાથે પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત દ્વારા નો વોન્ટેડ ઇન સુરત અભિયાન ચાર્જ સંભાળતા સાથે શરૂ કર્યું ત્યારે તેને એટલી હદે સફળતા મળશે કે આખા રાજ્યમાં આવું અભિયાન શરૂ કરવા આખા રાજ્યમાં હર્ષભાઈ તત્પર બની જશે તેમ ૩૧ વર્ષ અગાઉ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં લૂંટો કરી ફરાર રહેલા આરોપીને પકડી નવા વિક્રમ સર્જવા તરફ આગળ વધી રહેલ PCB બ્રાન્ચના સુકાની એવા આર .એસ સુવેરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં ૧૫ વર્ષથી વધુ ફરાર આરોપીઓ પોલીસ કમિશનરની રણનીતિ અને માર્ગદર્શન તથા કામ કરનારની સતત પીઠ થાબડવાની.નીતિ પણ અમારી આખી ટીમ માટે પ્રેરકબળ હોવાનું જણાવ્યું હતું.
ગુજરાતના ઇતિહાસમાં રેર ઓફ ધ રેર કહી શકાય તેવા ૩૧ વર્ષ જુના ફરારી આરોપી હાલ રાજસ્થાન રહેતો હોવાની બાતમી ASI હસમુખભાઈ મોહનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લૂણી જેવા કાબેલ સ્ટાફને મળી હતી. આથી આ બાબતે પોલીસ કમિ‘રશ્રી સાથે આ બાબત ચર્ચા કરતા તેઓએ પણ પોતાના સોર્સ કામે લગાડેલ, અમારા સોર્સ દ્વારા OK થતા હસમુખભાઈ મોહનભાઈ, અશોકભાઇ લાભુભાઈ વિગેરેની ટીમને વિશેષ ઓપરેશનની જવાબદારી સોંપી જે સફળ રીતે પાર પડી હતી.
અને આખરે મૂળ ઉતરપ્રદેશના બ્રીજભાન નામના આરોપીને રાજસ્થાનના નાનકડા ગામેથી વેષ પલટો કરી ટીમ ઝડપી લાવતા પોલીસ કમિશનર દ્વારા આખી ટીમને અભિનદન આપી પીઠ થાબડવામાં આવેલ.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
