News of Friday, 9th January 2026
રવિવારે વડોદરામાં એસ.બી.આઇ. પેન્શનર્સ એસો.ની વાર્ષિક સભા અને પેન્શનર્સ મીટ

રાજકોટ, તા.૯: દેશની સૌથી મોટી પ્રીમિયર બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગુજરાત રાજ્યના સતર હજારથી વધુ સ્ટેટ બેંકના પેન્શનરોના બનેલ બિનરાજકીય સંગઠન એસ.બી.આઈ.પેન્શનર્સ એસોસિએશન ગાંધીનગર સર્કલની પેન્શનર્સ મીટ અને વાર્ષિક સાધારણ સભા તા. ૧૧ના રવિવારે સવાર ૯ વાગે સયાજીનગરી વડોદરાના ગોરવા વિસ્તારમાં લક્ષ્મીપુરા રોડ પર આવેલ પ્રજાપતિ સ્કૂલ પાસેના સોના પાર્ટી પ્લોટમાં યોજાશે. રાજ્યોમાંથી પેન્શનર્સ એસોસિએશનના પદાધિકારીઓ, પૂર્વ યુનિયન, એશોશીએશન, સેવાના નિવળત અગ્રણીઓ,બેંકના નિવળત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
પેન્શનર્સ મીટની સાથે ૯૦ વર્ષથી ઉપરની ઉંમરના વરિષ્ઠ વડીલ પેન્શનરોનું પુષ્પગુચ્છ તેમજ સ્મળતિભેટ આપી, શાલ ઓઢાડીને ભાતીગળ સન્માન મંચસ્થ મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે તેમજ બે વિશિષ્ટ ઙ્કતિભા ધરાવતા સાથીઓનું પણ સન્માન કરવામાં આવનાર છે
લંચ બાદ બપોરના બીજા વિભાગમાં મળનાર પેન્શનર્સ એસોસિએશની વાર્ષિક સાધારણ સભા પેન્શનર્સ ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ અને ગાંધીનગર સર્કલના જનરલ સેક્રેટરી કોમરેડ કમાલ કાદરીની વિશેષ ઉપસ્થિતિમાં પેન્શનર્સ એશોશીએશન ગુજરાતના પ્રેસિડેન્ટ કોમરેડ આર.એન. ચોક્સીના પ્રમુખસ્થાને યોજાશે
રાજકોટ સૌરાષ્ટ્રમાંથી પેન્શનર્સ એશોશીએશનના અગ્રણીઓ શરદભાઈ દવે, અનુપમ દોશી, દક્ષિણભાઈ જોશી, જીતુ ગણાત્રા, બીપીનભાઈ સંઘવી સહિતના પેન્શનરો વડોદરા મીટીંગમાં જનાર છે.
વડોદરાના આંગણે સૌ પ્રથમવાર યોજાતા સમગ્ર આયોજનને યાદગાર બનાવવા માટે સંગઠનના પ્રેસિડેન્ટ આર.એન. ચોક્સી, વાઇસ પ્રેસિડેન્ટ સુભાષ પટેલ, ડેપ્યુટી જનરલ સેક્રેટરી સુધીર જાનીના માર્ગદર્શન હેઠળ બરોડાના સોૈસંગઠનના સભ્યો કાર્યરત છે. તેમ એસ.બી.આઇ. પેન્શનર્સ એસો. રાજકોટ યુનિટના શરદભાઇ દવેની યાદીમાં જણાવાયું છે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
