તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th January 2026
ભુપેન્દ્રભાઇએ ૧૦ પ્રકારના કેન્સરનું સ્ક્રીનિંગ કરતી ‘આશા વાન'નું લોકાર્પણ કર્યું
ગ્રામીણ વિસ્તારોમાં દર્દીઓને મળશે લાભ

ગાંધીનગર, તા. ૯: ભૂપેન્દ્રભાઇ પટેલે ૧૦ પ્રકારના કેન્સરનું સ્ક્રીનિંગ કરતી આશા વાનનું લોકાર્પણ કર્યું હતું. તેનાથી ગ્રાશ્ર્ીણ વિસ્તારના દર્દીઓને રાહત થશે. કેન્સરની વહેલી -ાથશ્રિ્ક તપાસ શ્ર્ાટે કેન્સર સ્ક્રિનિંગ વાન ખૂબ મ્હત્ત્વપૂર્ણ સાબિત થશે.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ભાવનગર બ્રાન્ચને જેનબર્ક ફાર્માસ્યુટિકલ દ્વારા ડોનેશન તરીકે આ આશા વાન ભેટ આપવામાં આવી છે. આ વાન EVA-Pro ડાયગ્નોસ્ટિક્સ, મેમોગ્રાફી યુનિટ અને નિષ્ણાંત ટેલી કન્સલટેશનથી સજ્જ છે.
ખાસ કરીને લંગ કેન્સર, ઓરલ કેન્સર, બ્લડ કેન્સર, સર્વાઈકલ કેન્સર, પેન્ક્રિયાટિક કેન્સર તેમજ લીવર કેન્સર, બ્રેસ્ટ એન્ડ -પ્રોસ્ટેટ કેન્સર જેવા રોગોના નિદાન માટેનું સ્ક્રિનિંગ અલ્ટ્રા મોડર્ન ઇન્સ્ટ્રુમેન્શનથી આ વાન મારફતે જે તે સ્થળ પર થઈ શકશે. પીએમ મ્ોદીએ હેલ્થ એન્ડ વેલનેસ ફોર ઓલનો જે ઉદાત ધ્યેય રાખ્યો છે તેને ગ્રામીણ સ્તરે વધુ ગતિ આપવામાં આ આશા વાન ઉપયુક્ત બનશે.
જેનબર્ક ફાર્માના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આશીષ ભુતાના જણાવ્યા પ્રમાણે, કેન્સર ભૌગોલિક સીમાઓ વચ્ચે ભેદભાવ કરતું નથી, પરંતુ સ્ક્રીનિંગની સુવિધા ચોક્કસપણે ભેદભાવ રાખે છે. આ ‘આશા વાન' ‘પેશન્ટ ફર્સ્ટ'ની ફિલોસોફીનું પ્રતિબિંબ છે. કેન્સરનું વહેલું નિદાન જીવન અને આજીવિકા બંને બચાવે છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
