<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

અભિનંદન

શિક્ષણમંત્રી રિવાબા જાડેજાના હસ્‍તે શિક્ષણ સમિતિ વાઇસ ચેરમેન ડો. પ્રવિણ નિમાવતને ગાંધીનગર ખાતે ‘‘સાહિત્‍ય સાધના એવોર્ડ'' ર૦ર૬ અર્પણ કરવામાં આવેલ હતો. આ અનેરી સિદ્ધિઓ પ્રાપ્ત કરતા સમગ્ર શિક્ષણ સમિતિની પ્રતિષ્‍ઠામાં વધારો થયેલ અને ચોમેર હર્ષની લાગણી ફેલાઇ છે ત્‍યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા અને બોર્ડના સદસ્‍યશ્રીઓ મારફત ડો. પ્રવીણકુમાર નિમાવતને અભિનંદન પાઠવી પુષ્‍પગુચ્‍છ સાથે અદકેરૂ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે સદસ્‍યશ્રી સંગીતાબેન છાયા, જાગૃતિબેન ભાણવડીયા, અજયભાઇ પરમાર, જગદીશભાઇ ભોજાણી, મનસુખભાઇ વેકરીયા, રસીકભાઇ બદ્રકીયા ઇશ્વરભાઇ જીતીયા, વિરમભાઇ સાંબડ, સુરેશભાઇ રાઘવાણી, હિતેશભાઇ રાવલ, જયદીપભાઇ જલુ, વિક્રમસિંહ જાડેજા, રાજેશભાઇ માંડલીયા, ખાસ ઉપસ્‍થિત રહી શુભેચ્‍છાઓ પાઠવેલ.

(4:04 PM IST)