<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

‘‘સાહિત્‍ય સાધના એવોર્ડ'' મેળવતા ડો. પ્રવિણ નિમાવત

રાજકોટઃ ગુજરાત રાજયના શિક્ષણમંત્રી માન. શ્રી રિવાબા જાડેજાના હસ્‍તે ગાંધીનગર ખાતે ‘‘સાહિત્‍ય સાધના એવોર્ડ'' ર૦ર૬ અર્પણ કરવામાં આવેલ હતો. આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોર, ગાંધીનગરના ધારાસભ્‍યશ્રી રીટાબેન પટેલ, વઢવાણના પૂર્વ ધારાસભ્‍ય વર્ષાબેન દોશી તેમજ ચિલ્‍ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સલર શ્રી જોષી ઉપસ્‍થિત રહ્યા હતા. ડો. પ્રવીણ નિમાવતે શિક્ષણ ક્ષેત્રે અનેક સિધ્‍ધીઓ હાંસલ કરેલી છે તેમાં વધુ એક સન્‍માન મેળવેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જ એક પ્રાથમિક શિક્ષકમાં સેવા નિવૃત થઇ અને તે સંસ્‍થાના જ વાઇસ ચેરમેન તરીકે બિરાજમાન થવું તે શિક્ષણ સમિતિ રાજકોટના ઇતિહાસની આ પ્રથમ ઘટના હશે ડો. પ્રવીણ નિમાવત ખરા અર્થમાં તો એક પ્રખર સાહિત્‍ય પ્રેમી છે.

(4:04 PM IST)