તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 9th January 2026
જય મહાદેવ...પૂજન- ધૂનમાં ભાવવિભોર બનતા જગદીશ વિશ્વકર્મા

રાજકોટઃ નિલકંઠ મહાદેવ - અસારવા અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી એ દેવાધિદેવ મહાદેવની પૂજા - અર્ચના કરી હતી. ‘‘સોમનાથ સ્વાભિમાન પર્વ - ૨૦૨૬'' અંતર્ગત આજરોજ નિલકંઠ મહાદેવ - અસારવા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી એ પૂજા - અર્ચના કરી તેમજ ૭૨ કલાક અવિરત ચાલનાર શિવ ધૂનમાં સહભાગી થયા. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રીશ્રી પ્રશાંતભાઈ કોરાટ, ગુજરાત રાજ્યના માનનીય મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા, પ્રદેશ મુખ્ય પ્રવક્તા શ્રી ડો.અનિલભાઈ પટેલ,મહાનગર અધ્યક્ષશ્રી પ્રેરકભાઈ શાહ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
