<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

ગાંધીનગરમાં ટાઈફોઈડ બાદ કોંગો ફીવરનો કેસ આવતા ખળભળાટ :પિંડારડા ગામમાં યુવાનનો રિપોર્ટ પોઝિટિવ

પશુપાલન સાથે સંકળાયેલા યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો: ગામમાં આરોગ્યની 5 ટીમ દ્વારા 237 ઘરના 1 હજાર 34 લોકોનો સર્વે હાથ ધરાયો

ગાંધીનગર: ગાંધીનગરમાં ટાઈફોઈડ બાદ કોંગો ફીવરનો કેસ આવતા હડકંપ મચ્યો છે. મળતી વિગત મુજબ પિંડારડા ગામમાં 26 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે  પશુપાલન સાથે સંકળાયેલા યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે  ગામમાં આરોગ્યની 5 ટીમ દ્વારા 237 ઘરના 1 હજાર 34 લોકોનો સર્વે હાથ ધરાયો હતો . પશુપાલન વિભાગે 500થી વધુ પશુઓને સારવાર આપવામાં આવી છે  રોગ પશુઓમાં ન ફેલાય તે અંગે પણ કામગીરી શરૂ કરાઈ છે  25 દિવસ પહેલા યુવક રાજસ્થાન અને પાલનપુરથી પશુઓ લાવ્યો હતો. 10 દિવસથી બીમાર હોવાથી યુવકની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવકના સેમ્પલ લઈ પુના મોકલવામાં આવ્યાં.

 

(6:37 PM IST)