તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 9th January 2026
રાજપીપળાના ધર્મેશ્વર મંદિરથી પકડાયેલા વન્ય પ્રાણીઓના ચામડા અને નખની તપાસ વન વિભાગ સાથે IB પણ જોડાઈ
છેલ્લા 40 વર્ષથી એક હાથે મંદિરનો વહીવટ ચલાવતા માધવાનંદજીનો ભૂતકાળ શંકાસ્પદ : પાસપોર્ટ મળ્યો 1977માં USA ગયાની એન્ટ્રી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી વન્યજીવના 40 જેટલા ચામડા અને 133 નખ મળી આવવાના મામલે હવે વન વિભાગ સાથે IB પણ તપાસમાં જોડાઈ છે. વન વિભાગે આ ચામડા અને નખને FSLમાં તપાસ અર્થે મોકલ્યા છે. FSL રિપોર્ટ બાદ બહાર આવશે કે આ બધા ચામડા અને નખ વાઘના છે કે અન્ય કોઈ પ્રાણીના છે. તો મંદિરના જૂના મકાનમાં રહેતા દિવંગત પૂજારી માધવાનંદ સ્વામી ના અનુયાયી સહીત તપાસ શરૂ થશે. FIR પણ નોંધાઈ શકે છે.
450 વર્ષ પૌરાણિક ધર્મેશ્વર મહાદેવ સ્વયઁ ઉજ્જેનથી પધારેલ મહાકાલેશ્વર મહાદેવ છે જેના મંદિર ની પૂજા માટે આજથી 40 વર્ષ પૂર્વે જુના ટ્રસ્ટીઓ દ્વારા સ્વામી માધવાનંદજી ને અમદાવાદના ગીતા મંદિરથી ધર્મેશ્વર મંદિર આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તેઓ કોઈ અખાડા, મઠ કે સાધુ મંડળ સાથે જોડાયેલા ન હતા. તેઓ 40 વર્ષ સુધી ધર્મેશ્વર મંદિરમાં પૂજા કરતા હતા પણ એક હાથે વહીવટ કરવું હોય ટ્રસ્ટ્રીઓ ને નજીક પણ નહિ આવવા દેતા અને પોતે મનમાં આવે તેમ કરતા હતા. ધર્મેશ્વર મંદિરના જૂના ટ્રસ્ટીઓ સાથે માધવાનંદજી ને બનતું ન હતું. ટ્રસ્ટીઓ સાથે ગેરવર્તણૂક કરતા હોવાના જુના ટ્રસ્ટીઓ પાસેથી જાણવા મળ્યું હતું. ત્રણ મહિના પહેલા 7 જૂલાઈ 2025 ના રોજ 91 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું.અને મંદિર પરિસર માં જ તેમની સમાધિ બનાવવામાં આવી રહી છે. તેમના બાદ હાલ ધમણાચા ગામના રામચરણ મહારાજ પૂજા વહીવટ માટે મુકવામાં આવ્યા છે.
ધર્મેશ્વર મંદિરના જૂના મકાનમાં સ્વામી માધવાનંદજીના રૂમમાંથી મળી આવેલા વન્યજીવના 40 જેટલા ચામડા અને 133 નખ મામલે IB અને વનવિભાગે સંયુક્ત તપાસ શરૂ કરી છે. આ ચામડા અને નાખ વાઘના હોવાની આશંકાએ મધ્યપ્રદેશ સુધી તપાસ શરૂ કરવામાં આવી છે, તો માધવાનંદજી 1977માં USA ગયા હતા, તેના આધારે અમેરિકામાં તેઓ કોના સંપર્કમાં હતા તેની પણ તપાસ કરવામાં આવશે. સ્વામીજી નીસાથે સંપર્કમાં રહેતા તેમના અનુયાયીઓ ની પણ તપાસ વનવિભાગ કરી રહ્યું છે.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
