<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

સુરતના ઉધના વિસ્તારમાંથી થયેલ મો.સા.ચોરીના આરોપીને મો.સા. સાથે ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: સુરતના ઉધના વિસ્તારમાંથી ચોરી થયેલા બાઇક સાથે ચોરને ઝડપી પાડતી નર્મદા એલસીબી ટીમ

     મળતી માહિતી મુજબ વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ મિલકત સબંધિત ગુનાઓ ઉકલવા માટે સુચનાના પગલે પોલીસ ઇન્સપેક્ટર આર.જી ચૌધરી, એલ.સી.બી, નર્મદા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના માણસો સાગબારા આતરરાજ્ય બોર્ડર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન અ.હે.કો વિકેશભાઈ દશરીયાભાઈ એલ.સી.બી નાઓને મળેલ ખાનગી રાહે બાતમી મળેલ કે સુરત સીટી ઉધના પોલીસ સ્ટેશનના મોટર સાઈકલનો આરોપી અનિલભાઈ નરપતભાઈ વસાવે (રહે.સરી તા.અક્કલકુવા જી. નંદુરબાર)નાઓ ચોરીની મોટર સાઈકલ લઈ સુરત તરફથી સાગબારા તરફ નંબર પ્લેટ વગરની હોન્ડા સાઈન મોટર સાઈકલ લઈ આવતા હોય જેથી ચિખલી ફાટક થી સેલંબા જતા રસ્તા પર પેટ્રોલીંગ દરમ્યાન તેને ચોરીની મોટર સાઈકલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે.


 

(10:18 PM IST)