<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

ભચરવાડા ગામમાં યોજાયેલ ગ્રામસભામાં 6 લેન્ડ કોરિડોર રસ્તાનો ખેડૂતો અને ગ્રામજનો દ્વારા વિરોધ

અમારે એક પણ ઇંચ અમારા વિસ્તારની જમીન આ રોડ રસ્તા માટે કે કોઈપણ વિકાસ ના કામ માટે આપવી નથી : નિરંજન વસાવા, આપ જિલ્લા પ્રમુખ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લા કલેકટર ના અધ્યક્ષ સ્થાને ગ્રામસભા નું આયોજન ભચરવાડા ગામ ખાતે થયું જેમાં હજરપરા, ભચરવાડા અને કુંવરપરા ગામના ગ્રામજનો ખેડૂત મિત્રો સાથે અંકલેશ્વરથી રાજપીપળા આવતો 6 લેન્ડ કોરિડોર રસ્તાનો ખેડૂતો અને ગ્રામજનો દ્વારા ગ્રામસભામાં એનો વિરોધ કરવામાં આવ્યો અને ગયા મહિને પણ ગ્રામસભા યોજવામાં આવી હતી ત્યારે પણ તમામ ખેડૂત મિત્રોએ એક પણ ઇંચ જમીન અમે કોરિડોરના નામે આપવાના નથી જે બાબતે પણ ઠરાવ કરવામાં આવ્યો હતો અને ગ્રામજનો દ્વારા આજરોજ બીજીવાર ઠરાવ કરવામાં આવ્યો કે અમને કોઈ પણ 6 લેન્ડ રસ્તાની જરૂર નથી, અગાઉ પણ વિકાસના નામે અમારી તેમજ અમારા વિસ્તારના ખેડૂતોની જમીનો લેવામાં આવી છે તેવા ખેડૂત ખાતેદારોને આજ દિન સુધી અમને યોગ્ય ન્યાય કે વળતર ચૂકવવામાં આવ્યું નથી આજે પણ રાજપીપળાથી અંકલેશ્વર જે ફોર લેન્ડ રસ્તો 2017માં બનાવવામાં આવ્યો. આજે પણ એમાંથી એક પણ ખેડૂતો ખાતેદારોને વળતર ચૂકવવામાં આવ્યું નથી અને તમે સિક્સ લેન્ડના નામે કોરિડોર લઈને આવ્યા છો જેનો અમે તમામ ગ્રામજનો ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી અને અમે એનો વિરોધ નોંધાવીએ છીએ કે અમારે એક પણ ઇંચ અમારા વિસ્તારની જમીન આ રોડ રસ્તા માટે કે કોઈપણ વિકાસ ના કામ માટે આપવી નથી તેમ નિરંજન ભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ, આમ આદમી પાર્ટી નાઓએ જણાવ્યું હતું.


 

(10:18 PM IST)