<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

ABVP ના ૫૭મા અધિવેશનમાં નર્મદાના અક્ષયભાઈ તડવીને ગુજરાત પ્રદેશ સહમંત્રીની જવાબદારી સોંપાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :આણંદ ખાતે યોજાયેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના ૫૭મા અધિવેશનમાં મહત્વપૂર્ણ સંગઠનાત્મક નિર્ણયો લેવાયા હતા. આ અધિવેશન દરમિયાન નર્મદા જિલ્લાના યુવા કાર્યકર્તા અક્ષયભાઈ તડવીને ગુજરાત પ્રદેશ સહમંત્રી તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે.

   અક્ષયભાઈ તડવી લાંબા સમયથી વિદ્યાર્થી હિત, રાષ્ટ્રનિર્માણ અને સંગઠન કાર્યમાં સક્રિય રીતે જોડાયેલા છે. વિદ્યાર્થી જીવનથી જ તેઓ ABVP સાથે સંકળાઈ વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવતા આવ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન નર્મદા જિલ્લામાં વિદ્યાર્થી સંગઠન મજબૂત બન્યું છે અને શૈક્ષણિક તેમજ સામાજિક વિષયોમાં સકારાત્મક કામગીરી જોવા મળી છે.
   ગુજરાત પ્રદેશ સહમંત્રી તરીકેની તેમની નિયુક્તિથી રાજ્યભરમાં વિદ્યાર્થી હિતના પ્રશ્નો વધુ મજબૂત રીતે ઉઠશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓના અધિકારો, રાષ્ટ્રપ્રેમ અને સાંસ્કૃતિક મૂલ્યોના સંવર્ધન માટે તેઓ સક્રિય ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ સંગઠનના કાર્યકર્તાઓએ વ્યક્ત કર્યો છે.


 

(10:19 PM IST)