<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

રાજપીપળા ખાતે કેળા પાકમાં આવતા પનામા, સિકાટોકા અને કરપા જેવા રોગોના જૈવિક નિયંત્રણ અંગે ખેડૂતોનું ચર્ચાસત્ર સંપન્ન થયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: તારીખ ૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કેન બાયોસિસ (Kan Biosys) પુણે અને નર્મદા એગ્રો, રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે કેળાની ખેતી માટે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
  આ સંમેલનના માધ્યમથી ઉપસ્થિત ખેડૂત મિત્રોને રાસાયણિક ખેતીની આડઅસરો વિશે સમજ આપવામાં આવી હતી અને સાથે જ જમીન બચાવવા માટે જૈવિક ખેતી અપનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.
  આ કાર્યક્રમમાં કેળાના પાકમાં આવતા પનામા વિલ્ટ (પનામા સુકારો) અને સિગાટોકા જેવા રોગોના નિવારણ માટે જૈવિક ઉપાયો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કેન બાયોસિસના ઉત્પાદનો સુડો અને મિલાસ્ટિન આ રોગો સામે કેવી અસરકારક રીતે કામ કરે છે તેની સંપૂર્ણ ટેકનિકલ માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી.
આ પ્રસંગે કંપનીના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. રીજનલ મેનેજર પ્રદીપ પાનસરે, ડો. વૈભવ બોન્દ્રે અને એરિયા મેનેજર અજયભાઈ પાટીલ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના સફળ આયોજન માટે નર્મદા એગ્રો - રાજપીપળા ના સંચાલક યઝુવેન્દ્રસિંહ ગોહિલ અને વિજયસિંહ ચૌહાણ નો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો.


 

(10:19 PM IST)