<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

રસેલા ગામે અરજી કરનાર ના પુત્ર ને માર મારી, ધારીયુ અને બંદુક લઇ આવો આજે મારી જ નાખવો છે ની ધમકી

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રસેલા ગામમાં અરજી કરવા બાબતે માર મારી ધમકી આપનાર પાંચ વિરુદ્ધ ફરિયાદ થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

    મળતી માહિતી અનુસાર મહેન્દ્રસિંહ ચંદ્રસિંહ બોડાણ (રહે. રસેલા તાનાંદોદ જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાની મોટર સાયકલ લઇ તોરણા ગામે રેશનકાર્ડ પર અનાજની દુકાને અનાજ લેવા માટે જતા હતા તે વખતે (૧) તેજપાલસિંહ પિયુષસિંહ જાદવ તથા (૨) મેઘરાજસિંહ બળવતસિંહ નાઓ ફરીયાદીની મોટર સાઇકલ આગળ આવી તેમને જણાવ્યું કે મારા પિતાજી વિરુધ્ધમાં અરજી કેમ આપેલ છે તેમ કહી માર મારવા લાગેલ તે દરમ્યાન(૩) પિયુષસિંહ જાદવ નાઓ દોડી આવી મહેન્દ્રસિંહ ને ગાડીમાંથી નિચે ઉતારી ફેટ પકડી ધારીયુ અને બંદુક લઇ આવો આજે આને મારી જ નાખવો છે તેમ કહી માર મારવા લાગેલ જેનું ઉપરાણુ લઇ (૪) પ્રવિણસિંહ સમસિંહ જાદવ તથા (૫) રાજદિપસિંહ નાઓ ત્યા દોડી આવી મહેન્દ્રસિંહને માર મારી એક બીજાની મદદગારી કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે પાંચ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.


 

(10:21 PM IST)