તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
અમદાવાદના ભાડજ સર્કલ પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પર ચડાવવાનો પ્રયાસ
સોલા પોલીસએ કાર ચાલક સહિત 3 સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો

અમદાવાદના ટ્રાફિક પોલીસ દ્વારા ભાડજ સર્કલ ખાતે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. ત્યારે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો . નંબર પ્લેટ વગરની ક્રેટા કારને રોકતા જ કાર ચાલકએ પૂરઝડપે કાર હંકાવી હતું . જેથી કોન્સ્ટેબલે કારનું બોનેટ પકડી લેતા આરોપીઓએ પોલીસકર્મીની બોનેટ પર લટકતી હાલતમાં જ દોઢ કિમી સુધી કાર ચલાવી હેબતપુર બ્રીજ પહેલા ટ્રાફીક જામ થતાં કાર ધીમી પડી હતી. જેથી પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ નીચે પટકાયો હતા જેમાં તેને ઇજા પહોચીયય જ્યારે કારની પાછળની સીટમાં બેસેલ ઇસમ કારમાંથી નીચે ઉતરીને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તેને ઝડપી લીધો હતો. સમગ્ર મામલે સોલા પોલીસએ કાર ચાલક સહિત 3 સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.
(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
