News of Saturday, 10th January 2026
પત્ની હોવા છતાં ૩ પ્રેમિકા રાખતો હતો, પરિણીતાએ ૧૪ વર્ષે નોંધાવી ફરિયાદ
પતિના ત્રણ સ્ત્રીઓ સાથે સંબંધ, જેલવાસ, મુંબઈ અવરજવર અને પરિવારની ત્રાસથી કંટાળી ફરિયાદ નોંધાવી : પતિ મુંબઈમાં જઈને પ્રેમિકાને રૂપિયાનો હાર પણ પહેરાવતો હતો

અમદાવાદ ,તા.૧૦: શહેરમાં એક પરિણીતાએ લગ્નના ૧૪ વર્ષ બાદ તેના પતિ અને સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો પતિ ત્રણ અલગ અલગ ષીઓ સાથે અનૈતિક સંબંધો ધરાવતો હતો. તેમાંની એક પ્રેમિકાએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પરિણીતાનો પતિ બે મહિના જેલમાં હતો.
પરિણીતાનો પતિ પુત્રના જન્મદિવસે જ પ્રેમિકા સાથે મુંબઈ જતો રહ્યો હતો. મોબાઇલ ફોનમાંથી પણ બીયર બારમાં પૈસા ઉડાવીને પ્રેમિકા સાથેના ફોટા મળી આવ્યા હતા. અંતે કંટાળી ગયેલી પરિણીતાએ અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સોલામાં રહેતી ૩૩ વર્ષીય પરિણીતાએ ૨૦૦૯માં સીજી રોડની ઓફિસમાં નોકરી કરતી વખતે એક સહકર્મી સાથે પ્રેમ સંબંધ બાંધી લીધા હતા અને ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ સસરાએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું, જેમાં માર મારવાનો પણ સમાવેશ થાય છે. તેના પતિના એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થઈ હતી. પ્રેમિકા સાથેની તકરાર બાદ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પતિને બે મહિના જેલ થઈ હતી.
પરિણીતાનો પતિ તેની પ્રેમિકાની બહેનપણી સાથે પણ પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને મુંબઈ જતો-આવતો હતો. પરિણીતાને ગર્ભ રહેતા અને બાળકના જન્મ બાદ પણ પતિ મુંબઈ જતો-આવતો હતો અને મુંબઈની યુવતી સાથે પ્રેમ સંબંધ રાખતો હતો. પતિએ તેને વીડિયો કોલ કરીને તેની પ્રેમિકા સાથે હોવાનો સંકેત આપ્યો હતો. બીયર બારમાં પૈસા ઉડાવવાનો અને પ્રેમિકાને હાર પહેરાવવાના ફોટા પણ મળી આવ્યા હતા.
પરિણીતાના દીકરાના જન્મદિવસે પતિએ આવીને ડોક્યુમેન્ટ અને દાગીના લઈને જતો રહ્યો હતો. અનેક દિવસો સુધી તે પરત ન આવતા આખરે પરિણીતાએ આ અંગે પોલીસ ફરિયાદ આપતા મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
