News of Saturday, 10th January 2026
તમિલનાડુ સહિત દેશભરમાં સિનિયર સિટીઝનો ટાર્ગેટઃ RTO ચલણની
એપ્લિકેશન ખોલતા જ ખાતા સફાચટઃ ૧૦ આરોપી સુરત ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં પોલીસ ઇન્સ્પેક્ટર રઘુરાજસિંહ આઈ જાડેજા તથા મોબાઈલ સ્કેચિંગ ટીમ દ્વારા ત્વરીત કાર્યવાહીથી લોકોમાં હર્ષની લાગણી ઓપરેશન ટ્રિપલ મોટીવ ( વડીલો, મહિલાઓ અને બાળકો વિરુદ્ધના અપરાધ) સીપી અનુપમસિંહ ગેહલોતના અભિયાનમાં જેસીપી રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયા ટીમને બમ્પર સફળતા

રાજકોટ તા. ૧૦ :.. પોલીસ કમિશનર દ્વારા સિનિયર અધિકારીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો ચાર્જ સંભાળતા સાથે કરી સુરત જેવા વિશાળ શહેરની અંધારી આલમ પર પક્કડ રાખવા વિવિધ અભિયાનો રજૂ કરી સહુ સાથે ચર્ચા કરી અને દરેક અભિયાનમા તેના ક્રમ નક્કી કરી અને સ્થાનિક પોલીસ સાથે વિશેષ જવાબદારી PCB/ SOG એને DCB બ્રાન્ચને સુપ્રત કરવાની રણનીતિ દિવસેને દિવસે બેસ્ટ સુપરવિઝન,બેસ્ટ ટીમને કારણે રંગ લાવી રહી છે.
જે અનુસંધાને સુરત ક્રાઈમ બ્રાન્ચના મોબાઈલ તોચિંગ સ્કોડની ટીમ દ્વારા વર્કઆઉટ કરી તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે માહિતી મળેલ કે સુરત શહેરના અભિષેક રેસીડેન્સી અમરોલીમાં રહેતા રજની ભાલડીયા તથા સીમાડાગામમાં રહેતા વિષ્વાસ રાદડીયા તામિલનાડુ કોઇમ્બતુર સીટીના સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલ છે જે આધારે તેને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા તેઓની તથા તેના અન્ય સાગરીતો મળી કુલ- ૧૦ આરોપીઓની તામિલનાડુ કોઇમ્બતુર સીટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુનામાં સક્રિય ભુમિકા જણાયેલ જેમાં કોઇમ્બતુરના એક સીનીયર સિટિજન વ્યક્તિને RTO CHALLAN નામની APK ફાઇલ મોકલી, તેનો મોબાઈલ ફોન હેક કરી, રૂપિયા ૧૬,૪૯,૯૬૧/- અલગ અલગ ક્રેડિટ કાર્ડથી મેળવી, તે નાણા વિડ્રો કરી સાયબર ફ્રોડનો ગુનો આચરવામાં આવેલ જેમાં આ તમામ આરોપીઓને ઝડપી પાડી, તામિલનાડુ કોઇમ્બતુર પોલીસને વધુ તપાસ માટે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) રજનીભાઈ તલસીભાઈ ભાડલીયા ઉ.વ.૩૭ રહે.જી-૧૦૩, અભિષેક રેસીડેન્સી, વર્ણીરાજ રેસીડેન્સી, કોસાડ, અમરોલી, સુરત
(૨) વિસ્વાસભાઈ હિંમતભાઈ રાદડીયા ઉ.વ.૩૬ રહે.૫૪, સૂર્યોદય રોહાઉસ, સણીયારોડ, સીમાડાગામ, સુરત
(૩) સાવન હિંમતભાઈ રાદડીયા ઉ.વ.૩૪ રહે.૫૪, સૂર્યોદય રોહાઉસ, સણીયારોડ, સીમાડાગામ, સુરત
(૪) વિજય દયાલભાઈ ગોહિલ ઉ.વ.૩૭ રહે.બી-૨/૨૦૧, અભિનંદન રેસીડેન્સી, ઉતરાણગામ, અમરોલી ચોરાસી, સુરત
(૫) જીતેન્દ્રસિંઘ શ્રાવનસિંઘ રાઠોડ ઉ.વ.૨૬ રહે.એ/૧૭, બીજો માળ, લંબે હનુમાનરોડ, સીતારામનગર સોસાયટી, સુરત
(૬) મહેન્દ્રસિંઘ દગેસિંઘ ગીરાસે ઉ.વ.૩૫ રહે.૨૫૬, વિનાયકનગર, ગલી નંબર ૦૬, ઉધના, સુરત ૫૪, સૂર્યોદય રોહાઉસ, સણીયારોડ, સીમાડાગામ, સુરત
(૭) મીરલ મનોજભાઇ ચોવટીયા ઉ.વ.૨૨ રહે.જી/૧૦૧, વ્રજવીલા, વ્રજચોક, નાના વરાછા, સુરત
(૮) કપીલ રાજુભાઇ ઘોદરે ઉ.વ.૩૬ રહે.પ્લોટ નંબર ૧૦, આંગણ રેસીડેન્સી, સી.આર.પાટીલ એસ્ટેટની પાસે, ડીંડોલી, સુરત
(૯) મીત મનોજભાઇ ચોવટીયા ઉ.વ.૨૫ રહે.જી/૧૦૧, વ્રજવીલા, વ્રજચોક સરથાણા જકાતનાકા, સુરત
(૧૦) ચંદન જયનાથ પાલ ઉ.વ.૩૪ રહે.પ્લોટ નંબર ૧૧૧, હરસિધ્ધિ નગર, કૈલાશનગર ચોકડી પાસે, પાંડેસરા, સુરત.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
