<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

GASમાંથી પ્રમોટ કરેલા ૨૧ IAS અધિકારી આ વર્ષે નિવળત્ત થશે ?

ગુજરાતના વહિવટી માળખામાં વર્ષ ૨૦૨૬માં મોટો ફેરફાર જોવા મળશે

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૦: ગુજરાતના વહિવટી માળખામાં વર્ષ ૨૦૨૬માં મોટો ફેરફાર જોવા મળશે. કારણ કે રાજ્‍યના કુલ ૨૨ IAS અધિકારીઓ નિવળત્ત થવા જઈ રહ્યા છે. તેમાં નોંધવા જેવી વાત એ છે કે નિવળત્ત થનારા IAS  અધિકારીઓમાંથી ૨૧ અધિકારીઓ ગુજરાત વહીવટી સેવા (GAS) માંથી IAS તરીકે બઢતી પામેલા છે.

મળતી વિગતો અનુસાર, ગુજરાતના વહીવટી માળખામાં વર્ષ ૨૦૨૬ દરમિયાન રાજ્‍યના કુલ ૨૨ IAS અધિકારીઓ નિવળત્ત થવા જઈ રહ્યા છે. યાદીમાં સીધી ભરતી એટલે કે UPSCના માત્ર એક જ અધિકારી મુખ્‍ય સચિવ એમ.કે. દાસ સામેલ છે, જ્‍યારે બાકીના તમામ ૨૧ અધિકારીઓ ગુજરાત વહીવટી સેવા એટલે કે GAS માંથી IAS તરીકે બઢતી પામેલા છે. નિવળત્ત થનારા અધિકારીઓમાં એચ.કે. કોયા, ડી.એસ. ગઢવી, ડી.પી. દેસાઈ, બી.પી. ચુડાસમા, તુષાર ધોળકિયા, બી.એચ. તલાટી સહિતના વરિષ્ઠ નામોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે એકસાથે ૨૨ IAS અધિકારીઓ નિવળત્ત થઈ રહ્યા છે, ત્‍યારે નવી નિમણૂકોની રાહ જોવાઈ રહી છે, જેનો વરિષ્ઠ અધિકારીઓમાં હરખ પણ દેખાઈ રહ્યો છે. વળી નવા વર્ષની શરૂઆતે ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતા અનેક આઈએએસ અધિકારીઓને બઢતીની ભેટ આપી હતી.

રાજ્‍ય સરકાર દ્વારા કુલ ૫ આઈએએસ અધિકારીઓને એપેક્‍સ સ્‍કેલમાં, ૨ અધિકારીઓને હાયર એડમિનિસ્‍ટ્રેટિવ ગ્રેડમાં અને ૭ અધિકારીઓને સુપર ટાઈમ સ્‍કેલમાં બઢતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, અન્‍ય ૩૫ અધિકારીઓને પણ સિલેક્‍શન ગ્રેડ, જુનિયર એડમિનિસ્‍ટ્રેટિવ ગ્રેડ અને સીનિયર ટાઈમ સ્‍કેલમાં બઢતી આપવામાં આવી હતી

(4:13 PM IST)