તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 10th January 2026
સાયબર ફ્રોડ કેસમાં નવસારી ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહીં : ગોવાથી પિયુષ પારેખની ધરપકડ

રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઈમના બનાવો વચ્ચે નવસારી ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સાયબર ફ્રોડમાં મદદગારી કરવાના ગંભીર આરોપસર પોલીસે પિયુષ વિનોદરાય પારેખની ગોવાથી ધરપકડ કરી છે.
આ કેસની વિગતો મુજબ, આરોપી પિયુષ પારેખ પર છેતરપિડીનો આરોપ લાગ્યા બાદ આરોપી પોલીસ પકડથી બચવા માટે દુબઈ જતા રહેલ. હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, દુબઈમાં રહીને આરોપીઍ શેર સટ્ટા અને બુલિયનની ઓફિસ પણ શરૂ કરી હતી.
પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બાદ હવે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આરોપીને સાથે રાખીને પોલીસ દ્વારા વિવિધ આંગડિયા પેઢીઓમાં તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક તપાસમાં સાયબર ફ્રોડના નેટવર્ક અંગે મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે. હાલમાં કોર્ટે આરોપીના ૩ (ત્રણ) દિવસના રિમાંડ મંજૂર કર્યા છે, જેમાં પોલીસ આરોપી પાસેથી વધુ વિગતો મેળવશે તેવું મનાય છે.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
